________________
૧૫૦ તેમને જતા કરૂ તે બીજા લેકે પણ ગુનેહે કરતાં શીખે, માટે તે લોકોને આકરી શિક્ષા કરીશ! તેમાં તારે આડે આવવાની કાંઈ જરૂર જ નથી. જે હવે વધારે લવારો કરીશ, તે તું તારી વાત જાણીશે. માટે ચુપ રહે.” રાજાએ તો રોકડે રોકડું શાણું રાણી સાહ્યબાને ખરખડીયું ખખડાવી દીધું.
ક્રોધથી અંધ થએલા રાજાને શીક્ષા કરવામાં નિશ્ચય જાણી રાણું રીસણું કરીને ગુસ્સામાં તરત ત્યાંથી ચાલી ગઈ, બે ચાર દિવસ જોત જોતામાં પસાર થયા, પણ રાણી સાહ્યબા મનાય શા માટે તેઓ ખરેખરાં રીસાઈ જ ગયાં એ અરસામાં આ તરફ રાજા પણ ક્રોધે ભરાણે છે ત્યારે બેમાં હાર કાની ? અને છત કોની ? તે વાંચકને આગળ ખબર પડશે. પલકની પણ ખબર પડતી નથી, અથવાતે પલક પછી પિતાનું શું થવાનું છે તેની પણ માણસને ખબર પડતી નથી, તે પછી આ મહાન ગણાતાં રાજા રાણુના ચરિત્રની અને તેમના હદયની આપણને શું માલુમ પડે પણ દૈવઈ છાએ થોડીજ વારમાં તેને ખુલાશો કરવો પડશે, કેમકે આતો સાચો કલહ નથી પણ પ્રીતિનાં રીસામણાં છે, અને તે પ્રીતિનાં રીસામણુ જગતમાં લાંબા વખત સુધી ટકી શકતાં નથી, જગતમાં એમજ જોવાય છે કે પ્રીતિના કલહમાં તે સ્ત્રીને જ મનાવવી પડે છે. ઘણે ઠેકાણેથી એવું જ સંભળાય છે કે પુરુષો એક બે દિવસમાં તેની પાસે જઈ મધુર વચનો બોલીને ભોળી ભામિનીને ભોળવી નાંખી તરતજ મનાવી લે છે, સ્ત્રીઓ પણ જોકે પ્રથમ ઘડીવાર ગમતની ખાતર થોડીએક મઝાક કરી રીસામણનો લ્હાવો લઈલે ! કેમકે તે વખતે પતિ પત્નિને કાંઈ જુ. દાજ પ્રકારનો કેસ પડે છે, તે વખતે તેમને કોઈ અપૂર્વ આનંદ મળે છે, તેથી થોડી રમઝકમાં ઉભય દંપતિમાં તરતજ પાછા સલાહ સંપ થઈ જાય છે. પણ અહીતો કેણું જાણે ! રાજા મનાવે છે કે રાણું ? તે આપણે હમણાં જ થોડીવારમાં જાણીશું ?