________________
૧૪૯
થયાં હશે ! તેણીની ઉચ્છળતી આશાઓને નાશ કરી મહા પાતક તમે ન લેશે ! તેણી બિચારી મારી પાસે આજીજી કરીને તેના પતિની ભીક્ષા માગી ગઈ છે. તેણીનું કરૂણાજનક રૂદન સાંભળીને મેં તેમની બન્નેની જીંદગી માટે સલામતી આપેલી છે” રાણીએ રાજાને પોતાના કોકિલા સરખા મધુરા નાદથી સંભળાવી દીધું.
“બસ! તું જ્યાં ત્યાં બહુ ડાહી થઈ ગઈ છે તારે બિલકુલ ડાહપણ નહિ કરવું. તને ન્યાય કરવાને કોણે મોકલી'તી, ખબરદાર ! તારૂ કંઈ ચાલવાનું નથી, હું તેમને સખ્ત શીક્ષા કરીએ ક્રોધથી રક્ત થયાં છે નેત્ર જેનાં એવા રાજાએ જેમ તેમ બોલી વિવાહની વરસી કરી નાંખી.
હાલા ! માનો ! સારૂ કહું છું કે મુજ ગરીબડીનું આટલું વચન માને ! હું તમારી આગળ કાલાવાલા કરૂ છું. બહાલા શાંત થાઓ ! ક્રોધ રૂપી રાક્ષસને દુર કરી ધીમેથી મને જવાબ આપ, એકદમ આકરા થશે નહિ, તમારી કમળ કાયાને આમ અકળાવશે નહિ” રાણું લીલાવતી રાજાને મધુર વચનથી ભાવતી છતી તેના ક્રોધને શાંત પાડવા લાગી.
છટ ! દુર થા ! તું રાજ્યનું ઊંધું મારવા બેઠી છે. ચાલા તારે ફાવે ત્યાં ચાલી જા ! અત્યારે બોલાવીશ તો તું તારી વાત જાણીશ! એક વખત પણ રાજાની આજ્ઞાને ભંગ કરનારને ફાંરસીને માંચડે ચડાવવો જોઈએ માટે તે પાપીઓને તો હું સખ્ત શિક્ષા કરીશ તને ખબર કયાં છે કે નીતિ શાસ્ત્રો પણ શું કહે છે,
आज्ञा भंगो नरेंद्राणां, गुरूणां मान मर्दनम् पृथग् शय्या च नारीणा, मशस्त्र वध उच्यते
ભાવાર્થ–રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, ગુરૂઓના માનનું મર્દન કરવું, પરણેલી સ્ત્રીથી જુદાં શયન કરવું, એ ત્રણ શસ્ત્ર વગરના વધ કહેવાય છે. અર્થાત એ ત્રણ ગુન્હા કરનાર વધ , કરવાને યોગ્ય છે.
તુ મુખ છે! એ લેકોએ મારા હુકમનું અપમાન કર્યું છે, માટે વ્યાજબી રીતે તો તેમને સખ શીક્ષા થવી જ જોઈએ. જે