________________
૧૫૮ સરે તેને માણસો આવીને તેને પકડી જશે તે વખતે તમે વિલંબ વગર મોકલી દેજે! હવે તમે તમારે મંદિરે જાઓ. તેની લેવસ્થા કરૂ છું” એ પ્ર પણે કહીને લલિતાને ઘેર વિદાયગીરી આપી, અને પિતે રાજાની પાસે આવવાને નિકળ્યો, રાજા પિતાના એકાંત ઓરડામાં ચેડાએક સામન્તાદિકની સાથે વાર્તાલાપ કરતા બેઠા'તા, ત્યાં પ્રધાન પેથડકુમાર આવી ચઢયા. રાજાને નમસ્કાર કરી તેણે બતાવેલા આસન ઉપર વિરાજી પ્રધાન રાજાને વિનંતી કરવા લાગ્યા. કે “સ્વામિન ! આજ્ઞા હોય તો એક અરજ કરવા ધારૂ છું.”
“મંત્રી! ખુશીથી ફરમાવો. તમારી અરજ અદા કરવાને હું બંધાયેલ છું. પણ ન્યાય દૃષ્ટિથી કહેજો.” રાજાએ જણાવ્યું.
દેવ ! પેલા બે કેદી છે તેમાંના એક જે શ્રીપાળ શેઠ તેમને આજની રાત તેમના ઘેર જવાની છુટ અપ ! કાલે ગરદન ભાર તી વખતે આપણા માણસો તેને પકડી લાવી બન્નેને ગરદન મારછે. વળી તેમના મંદિરની આસપાસ આપણે માણસની ચોરી બેસાડીશું, એટલે તે કયાંઈ પણ નાશીએ જશે નહિ.” પ્રધાને ચોખુને ચટ આવવાનું પ્રયોજન જણાવી દીધું.
“મંત્રી ! શા માટે આપણે તેને ઘેર મોકલવો જોઈએ ! ઉલટું તેને ઘેર એકલીએ ને વળી આપણા માણસોથી તેની ચોકી કરાવીએ, તે કોના ઘરને ન્યાય કહેવાય ! જો કે ન્યાય! “છાસ માં માખણ જાય ને રાંડ ફુવડ કહેવાય ” હાથે કરીને આવેલી તક ગુમાવવી તે મુર્ખ માણસનું લક્ષણ કહેવાય' રાજાએ તરતજ મુંબઈગરા રૂપૈયા જેવું રોકડુ જણાવી દીધુ.
“સ્વામિન્ ! કોઈ વાતે હરકત નથી, તેની તરૂણ સ્ત્રી બિચારી મારે ઘેર આવીને કાલાવાલા કરતી છતી આજની રાત્રી છુટા મુક વાને આજીજી કરે છે. તેણીની દશા ઉપર દયા આવવાથી અને તેણીની પતિ ભક્તિથી તેને આજની રાત છુટો કરો તે ઠીક છે. તેને માટે હું જામીનગીરી આપુ છું ! પ્રાતઃકાળે ગરદન મારવાને ખતે આપણું માણસ તેને પકડી લાવશે. મંત્રીએ જણાવ્યું.
“ પેથટકુમાર ! તમારો આગ્રહ છે તે તમારી મરજી! કેમકે તમારી ઇચ્છા વિરૂદ્ધ કંઈ પણ કરવાને હું મામલો નથી.