________________
૧૫૭
પીયુડાની ભેટ લેવી, પછી જે બનવાનું હશે તે બનશે. કાલે સવારમાં તો તે આ ફાની દુનિયાનો ત્યાગ કરી મુજને રણમાં રખડતી મુકીને તે રસી જુગારી પરલેકે સીધાવશે, અને તે પછી મારી કેવી દશા થશે તેને પરમાત્મા જાણે ! પિતાના મનમાં કાંઈક વિ. ચાર આવ્યો હોય તેમ એકદમ ઉઠીને બેઠી થઈ. પિતાનાં વસ્ત્ર વગેરે ઠીકઠાક કરીને દાસીને પિતાને ઘેર મુકીને એક બીજી દાસી સાથે તેણી પેથડકુમારને મંદિરે આવી. પ્રધાનની સ્ત્રી તથા પ્રધાન થિડકુમાર અત્યારે ઘેર હતા તેમની આગળ આજીજી કરી વિનવવા લાગી, “હે મંત્રી! મારા પતિને આજે ઘેર મોકલો; કાલે ફાવે તેમ કરજે. ગમેતો મારા ઘરની ચારે બાજુએ તમારા માણસની ઍકી બેસાડજો, પરન્ત મને છેતી વખતે મારા ભરથારની ભેટ કરવાની અમુલ્ય તક આપ ! કાલ સુધી તે બંદિવાન તરીકે તે રહેનાર છે તો તેવી રીતે મારા મંદિરમાં રહેશે, પછી સવારે લઈ જ” લતા પ્રધાન આગળ કાલાવાલા કરી આંખમાંથી અશ્રુ પાડતી છતી આજીજી કરવા લાગી.
લલિતાની આજીજી સાંભળી જુગારી પતિ ઉપર પણ આ યુવતી અલોકિક પ્રેમ દેખીને તે પ્રથમીણ ( પ્રધાન પત્ની ) નું કમળ કાળજુ ભેદાયું, અને આ રમણને પતિ કાલે જગતમાંથી સદાને માટે વિનધર થશે તે માટે તેણે અત્યંત દીલગીરી થઈ છતી પ્રધાનને વિનતિ કરવા લાગી. કે “સ્વામિન્ ! કોઈ ઉપાયે આ લલિતાનો પતિ બચતો હોયતો બચાવોને ! જુઓ બિચારી હજુતો કેવી તરૂણ અવસ્થામાં છે, તેની આશાઓ અરર ! અત્યારથી જ શું કરમાઈ જશે! તેણના હાલહવાલ દેખીને મને તે બહુજ દુઃખ થાય છે.”
“રાજાને એવો તો સખ્ત હુકમ છે કે તે કાલની સાંજ દેખી શકે, તેવું ભાગ્યેજ બની શકે ! આજે રાજા અત્યંત રેષે ભરાણ છે. અત્યારે તે કોઇનું કહેવું માને તેમ નથી. ખુદ રાણી સાહ્યબાએ પણ તેમને બચાવવા ખાતર કેટલી બધી આજીજી કરી'તી, તથાપિ રાજાએ તે રાણી સાહ્યબાને આજે અપમાન કરી તુચ્છકારી કાઢયાં તે છે, તે આપણું કહેવું તે કેમ સાંભળે ! પણ જે રાજા માને 'કાલ સુધી તેને ઘેર જવાની તો રજા અપાવું, ગરદન મારવાને અવ