________________
- ૧૫૫
હોય ! શ્રીપાળ શેઠની સ્ત્રી આ વાત સાંભલીને પોતાના મહેલમાં
એકદમ ધરણી ઉપર ઢળી પડી. તેણને એકદમ મુચ્છ છે. આવી ગઈ. ઘરમાંથી કામ કરનારી એક ચાકરડી દેડી આવી, તેણી પિતાની તરૂણ શેઠાણીની આ દશા દેખીને પંખાવડે વાયુ નાંખવા લાગી. માથે ગુલાબજળ વગેરેથી ભીંજવેલાં પિતાં મુકી અનેક પ્રકારે મુચ્છ વાળવાના ઉપચારો કરવા લાગી. કેટલેક વખતે પોતાની મુખ્ય વળી અને બોલવા લાગી કે અરે કોણ છે ?
એ કોઈ નહિ ! આ તમારી કામ કરનારી આકરણ છે.” તેણીએ જવાબ આપ્યો, “અલી મુખ! બેલ ! મારા જુગારી પતિ કયાં છે ? ” તેણુ ગાંડાની માફક બલવા લાગી.
બા ! એમને તે રાજાએ કેદમાં નાખ્યા છે, તે તમે ક્યાં નથી જાણતાં !” તેણીએ જવાબ આપ્યો.
આ વાત સાંભલી ભૂમિ ઉપર તેણી આળોટવાને કલ્પાંત કરવા લાગી, આંખમથી બેર જેવડાં આંસુ વરસાવતી છતી બોલવા લાગી, “આ શું થયું ! અરર ! હું આ શું સાંભળું છું ! કાલે તેમને ગરદન મારવામાં આવનાર છે ! હા ! તેમની આ દશા હું કેમ સાંભલી શકુ ? હદય! તું કેમ તુટી જતું નથી ! અરર ! શું તેઓ
માર્યાજ જશે ! આટલી નાની ઉમરમાં હું નિર્ભાગીણી શું પીયુ વિનાની થઈ પડીશ ! હા ! જુગારી ! જુગારી, ! ખરેખર મારી તરણ અવસ્થામાં તેમને દગો દીધો, હું નહતી જાણતી કે તું આ નિર્દય થઈશ ! મને છોડીને તું એકદમ મૃત્યુ પામશે, તે મારાથી સહન થઈ શકશે નહિ, રાજા ! રાજા ! મારા જુગટીયા ભરથારને એક વખત મારી ખાતર તે મુક્ત કર ! અરર ! રાણી સાહેબાએ અભય વચન આપેલું છતાં આમ કેમ થયું! હું ધારતી'તી કે આટલેથીજ વિન નાશ પામ્યું. પણ હા! નિય રાજા! હું ધારું છું કે તેં રાણુનું વચન માન્યું નહી હેય ! ખરેખર તું રાણી સાહ્યબાને અપમાન કરવાને કઠોર હૈડાનો નિકળ્યો હશે, અરર! મારો ભરથાર જુગારી છતાં પણ તેણે મને કોઈ દિવસ દુભવી નથી. વિશેષ શું કહું ! તે પત્ની ફરજ અદા કરવાને અત્યાર સુધી લેશ પણ ભુલ્યો નથી. અને તે નિય! તું રાણી