________________
૧૫૩
રીતે નુકશાન કરી ભારી રૈયતને દુઃખ આપે છે મારી મેના છતાં ગઈ કાલે તું જુગાર કોની સાથે રમે ! શું તને ખબર નહેતી કે રાજા જુગાર રમનારને જાનથી મારી નાખે છે.”
સ્વામિન! શ્રીપાળ શ્રેષ્ઠીના ઘરે તે ને હું બન્ને જણ જુગાર રમતા'તા.”પેલા ઢેબી ધુતારાએ તો જુગારી શેઠનું પણ નિકંદન કાઢતાં જણાવ્યું.
“શું તું જાણતા નથી કે વ્યસન સેવનારને રાજાજી મારી નાંખે છે. અથવા તે તેનું ઘરબાર વગેરે. સર્વસ્વ પણ રાજા હરણ કરી લે છે.” રાજાએ ગર્જના કરતા થકાં જણાવ્યું.
સ્વામિની હું પરદેશી છઉં, આપના રાજ્યની કેવા પ્રકારની નીતિ છે તે હું શી રીતે જાણી શકું! દેવ? શ્રીપાલ શેઠને ઘેર હું ગયો અને તેના કહેવાથી અમે બંને જણ જુગાર ખેલવા બેઠા ધુતારાએ જણાવ્યું.
રાએ તરતજ પિયાસને હુકમ કર્યો.જાએ શ્રીપાલ શેઠને જ્યાં બેઠો હોય ત્યાંથી એકદમ પકડી લાવો.” રાજાનો હુકમ સાંભઈને એક સુભટ શ્રીપાળ શેઠને ઘેર આવીને તેને તરત જ જણાવી દીધું કે “ચાલે તમને રાજા સાહેબ બોલાવે છે! લગાર પણ વાર લગાડશે નહિ; નહિતર રાજા સાહેબ વધારે રોષે ભરાશે, એટલું જ નહિ પણ તમારું અને મારૂં બન્નેનું તેલ કાઢશે એ કસાકસીને સમય અત્યારે આવી લાગ્યો છે.” સીપાઈએ ભયનું દર્શન કરાત અહીંથી જ શ્રીપાળ શેઠના હાંઝા ગગડાવી નાંખ્યા.
સ્ત્રીને શાંત કરી દીલાસો આપી તરતજ શ્રીપાળ શેઠ સીવાઈ સાથે રાજદરબારમાં આવવા નીકળ્યા. થોડીવારમાં રસીપાઈએ રાજાની સ મક્ષ તેમને રજુ કરી દીધા, બે જણ પોત પોતાના સંબતી જોડે ઉભેલા જોઈ કોણ જાણે રાજા શું કરી નાંખશે. એવા ભયથી તેમનાં હદય કંપવા લાગ્યાં. શ્રીપાળ શેઠનાં ગાત્ર શિથિલ થયાં શરમથી તે ઊંચુ મુખ પણ કરી શકતા નથી, એવા શેઠ અત્યારે અત્યંત પશ્ચાતાપ કરવા લાગ્યા, તેમના મિત્રો તેમને માટે અત્યારે દીલગીર થતા હતા, ત્યારે દુશ્મન શેઠને જોઇને તેમના દયા લાયક દેખાવથી મુ