________________
૧૭
મમાં પડેલા છે, સારાં સારાં વસ્ત્રાભૂષણ પહેરવાં અનેક પ્રકારના રંગરાગ રમવા, નવનવા પ્રકારનાં ભાવતાં ભોજન કરવાં અને સર્વ પ્રકારે આનંદથી ક્રીડા કરે કરીને વખત પસાર કરે, આવો તેમને વૈભવ રહેલો છે. આજે દરેક લોકોમાં આનંદ ફેલાયેલું છે. જુમટીયા લે પણ આજે મોજશોખમાં પડેલા છે. બીજા વ્યસની લોકો પણ મજ મજા ભોગવવામાં ગુલતાન બનેલા છે કેમકે આજે ચંદસનો માટે દિવસ હોવાથી રાજાને હુકમ છે કે એ પર્વમાં કેઇએ કોઇપણ પ્રકારનું વ્યસન સેવવું નહિ; એવો નિયમ હોવાથી સર્વ લેકે રાજાના ભયથી ત્રાસ પામતા થકા આજે મેં જમઝાહ જોગવવામાં પડેલા છે તેવા અવસરમાં ત્યાં શ્રીપાળ નામનો કઈ ધનાઢય લક્ષ્મીવાન કે જેનું ચિત્ત જુગટુ રમવામાં લાગેલું છે તથાપિ રાજાના ભયથી તે અટકી ગયું છે એવું તે શેઠ ઘણા પ્રકારની ઋહિતે ભોગવતે પોતાના મહેલના ઝરૂખે આમતેમ આંટા માર્યા કરે છે, અરેરે! આજનો માટે દિવસ જુગારા વડે કરીને રહીત પસાર થાય છે, શું કરૂ? રાજાને હુકમ છે એટલે મનને મારવું પડે છે, કેમકે ધણીને કોઈ ધણી નથી, જે લગાર પણ તેને શંકા પડે તે અરર ! જીવિતવ્યમાં પણ સંશય થાય! એવા વિચારથી જેના વદન ઉપર ઉદાસીનતા વ્યાપી રહી છે તેટલા વખતમાં પદમાકર ધુતારે ગાયકના વેશમાં તેના ઘરમાં આવ્યો, શેઠે તેને આદર સાકાર કરીને તેને જમાડે. પછી તે દુધ પાઈને ઉછેરેલો સાપ પિતાને જ કરડે છે એવી રીતે તે શેઠને કહેવા લાગ્યો કે હે શેઠ! “આજનો દિવસ સર્વ દિવસો કરતાં પણ મોટો મનાય છે, તથાપિ આજે કેમ તમે જુરના દાવ ખેલતા નથી ! ”
અરે ભાઈ! “તું કહે છે તે છે કે વ્યાજબી છે, તથાપિ આજે ચિદશને મહાન દિવસ હેવાથી જુગાર ખેલવામાં આવતું નથી.” શેઠે જણાવ્યું.
ધુતારે કહ્યું, કેમ શેઠ ! “ઐસે તો જુમર વધારે રમો જોઈએ. છતાં એવી તે શું અડચણ આવી પડી છે કે તમે ના પાડો છે.”
“રાજાનો એવો હુકમ છે કે પાંચે પાણીમાં જે કોઈ પણ ભાસ સાતે વ્યસનમાંથી ગમે તેનું સેવન કરશે તે તેનું ધન