________________
15
નવધ દેશના નળ રાજાએ જુગારથી પિતાનું રાજ્ય નથી ગુમાવ્યું ? ભાઈઓના નિવાર્યા છતાં અને સની શિખામણ છતાં ધુત રમવામાં યુધિષ્ઠિરની બુદ્ધિ આસક્ત ન થઈ ! પણ માનવીની દુર્દશા થવાની હોય ત્યાં શિખામણ તેને શું અસર કરી શકે ! ગમે તેવી રીતે નિવારણ કરે, તથાપિ કર્મના લખ્યા લેખમાં મેખ કોણ મારનાર છે. માણસ ઘણી ઘણી આશાઓમાંને આશાઓમાં તે અનેક પ્રકારના દાવપેચ રમે છે. તથાપિ કરે તેવું ભરે” એ ન્યાયે તે પોતે જ તેનો ભોગ થઈ પડે છે. જુગાર રમી કે તેના ભાઈ સટ્ટાને વેપાર કરીને વગર મુડીમાં લાખોને માલેક થઈ હું ઘોડા ગાડીઓ દોડાવું, એમ ઉમંગભાને ઉમંગમાં છવ તેમાં ઝંપલાય છે. પણ તે પોતે જ તેમાં ખુવાર થતો જાય છે. તેની અમુલ્ય આશાઓ કરમાઈ જાય છે અને પાસે રહેલી જે થોડીઘણી તીજોરીને પણ તેની પાછળ સત્વર નાશ થઈ જાય છે. જુગારના કે સટ્ટાના ધંધાથી માણસે ઘોડાગાડી દેડાવતાતો સાંભળ્યા નહિ, પણ અધોગતિમાં સબડ્યા ક- - રતા હોય તેવી રીતે તો ઘણા સાંભળ્યા છે. સન પુરશે તે આ ધંધાને ધિક્કારે છે. પણ મૂઢ અને માયા કપટમાં ફસાયેલ માનવ પ્રાણી બિચારું દેખતી આંખે જેમ આંધળુ થયું હોય તેમ દેખી શકતું નથી, અને આશામાંજ સપડાઈ જાય છે, પણ તે મૂઢ વિચારતો નથી કે જે માણસને મલવાનું હશે તો કીસ્મત હરેક રીતે તેને દાદ આ પશે. કીસ્મત પિતાની પ્રબળ સત્તાથી દરેક રીતિના સંયોગો અનુકુળ કરી શકે છે અને વખત આવતાં તે ફળદાયક પણ નિવડી શકે છે, પરંતુ ઉન્માદ બુદ્ધિવાળા માણસને તેની શું ખબર પડે ! તે સટ્ટામાંજ પિતાના અભ્યદયની આશા બાંધીને રહેલો હોય છે. તેમાં જ પિતાને ગાડી લાડી અને વાડી મલવાની છે અને પિતાનું કીસ્મત તે ધંધામાં જ તેને દાદ આપવાનું છે એમ સમજી બિચારે તેમાં ફસાઈ જાય છે અને જ્યારે પાછળથી દુઃખી થાય છે ત્યારે તે વિગેજ પસ્યાય છે. પણ ખરેખર જેમ “ રાંડયા પછીનું ડાહપણું નકામું છે ” તેમ પાછળથી પસ્તાવો કરે કે તેને માટે ગમે તો મરી જાઓ ! પણ પછી તેનું કાંઈ ઓષધ હોઈ શકે જ નહિ. “ પાણી પીધા પછી ઘર પુછવું ” એ કે ન્યાય ! માણસને પ્રથમ વિ. ચાર નથી હોતો કે હું કયા રસ્તે જાઉ છું સટ્ટાને ધોળે કે જુગારનો ધંધે મારી આશાઓને કચરી નાખનારે છે એટલું જ નહિ