________________
૧૪૩
છે, અરરા તે વખતે મને જગત શુન્યકારવાળું ભાસતું'તું, ત્યારથી મારી આંખે અંધારાં ફરી વળ્યાં તાં, મારી જમણી આંખ કુદકુદા કરી રહી'તી, મેં તમારી આગળ ઘણાએ કાલાવાલા કર્યા'તા. પણ તમારે મારૂ કહેવું કયાં સાંભળવું, પાછળથી પસ્તાવું તે હવે નકામું જ છે, વ્હાલા ! કોણ જાણે આજે મને કેમ આટલી બધી મુંઝવણ આવે છે, મારૂ હદય શોકથી વિહવળ થઈ ગયું છે. અરર ! મને ઘણી જ બીક લાગે છે. મારું માથું ફરકે છે, હંé! વહાલા ! જ્યો તમે નિર્દય થતા ના ! મને રખડતી મુકતા ને ? તમારા વગર હું એકલી કયાં રખડીશ! હાલા ! નળરાજાએ જાણી જોઈને સતી દમયંતીને તરછોડી જંગલમાં ભટક્તી કરી, ને ચાલ્યા ગયા, તેવી રીતે રખેને તમે મારે ત્યાગ કરે! ભરી સભાની મધ્યે દ્રૌપદીની લુંટાતી લાજ સમર્થ એવા પાંડવો નમાલા થઈને જોઈ રહ્યા. તેમ જે તમે મને ભ્રષ્ટતાના અઘોર ખાડામાં ધકેલી દેશો નહિ. પણ અરર! જે જુગટીઆઓ અને સટોરીઆયા હોય તેને વિશ્વાસ શો! નળ અને પાંડવો જેવાનાં ચક્ર ભમો ગયાં તે આપણે કોણ માત્ર ગઈએ ! હા! હા ! જુગારી લોકોની અને સટોરીયા લોકોની પ્રમદાને કયાંથી સુખ હોય ! મારી પેઠેમ તેઓ પણ દુઃખનીજ ભાગીયણ થતી હશે. અરે! દમયંતી અને દ્રૌપદી જેવીઓ પણ જુગારી ભરથારને પામી દુઃખણીજ થઈ છે, તે પછી બીજાની શી વાત કરવી! જગતમાં ભલેને જુગટીઆની અને સટેરીઆની સ્ત્રીએ મુખતાથી પિતાને સુખી માનતી હોય પણ હું તેમને મુખ જગણીશ. તેઓ બિચારી અજ્ઞાનથી સડેવાઈ ગઈ છે. તેથી તેમ માનતી હશે તેઓને પિતાનું જીવન નરકને રસ્તે દેરવવું પડે છે. પ્રિય! તમારા જેવા જુગટીઆ અને સટોરીયાઓ છે જગતથી બહિષ્કાર થએલા છે, દુનિયામાં તેમનો વિશ્વાસ હોતો નથી. તેઓ બિચારા સદાને માટે પિતાની કીમત ખોઈ બેઠા છે. મનુષ્યપણું પણ તેઓએ ગુમાવેલું છે. જીવનને નરકના રસ્તાનો માર્ગ મોકળો કરી આપ્યો છે, જીવન તત્વનું ખરૂ રહસ્ય તો તે બિચારાઓના ભાગ્યમાં લખાયેલુંજ નથી અને તેમાં ને તેમાં જ જીવનને વિનશ્વર પણ કરવા તેઓ ભૂલતા નથી, આ ભવમાં તેમને માટે સરકારનાં તેડાં ફરતાંજ