________________
૧૪૨
આગળ માનવીનું શાણપણું નકામુંજ છે. પિતાની તરણ સુંદરીને તે વહાલથી ભેટી પડે ! તેણીનાં આંસુ પિતાના લુગડે લુછી નાંખી દીલાસો આપવા લાગ્યો. હાલી ! જે તારા કરતાં હું વધારે પસ્તાઉ છું, તારેતે ઉલટો મને વિલાસ આપવો જોઈએ જે મારી આંખમાં અત્યારે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. હવે મારા હદયમાં કેટલું બધું દુઃખ થતું હશે ! તેની તું જ સહેલાઈથી કલ્પના કર ! આપણે પ્રભુનો ઉપકાર માનવો જોઈએ કે તેણે આપણી બનેની જીંદગી સલામત રાખી છે નળ અને પાંડવની માફક હું તને ત્યાગીશ નહિ એમ નિશ્ચય માન! અને મેં તને શરતમાં ન મુકી તેને માટે હું પરમ પવિત્ર પરમાત્માને અતિશય આભાર માનું છું. તું શાંત થા ! શું કરવું તેને મને ઉપાય બતાવ!
પ્રકરણ ૨૩ મું
રમણું રત્ન”
» તાની સ્ત્રીનું હદય અત્યારે ઘણું ભરાઈ આવેલું છે, છે. છે. જેમ જેમ તે વધારે ને વધારે દિલાસો આપવા
" ( લાગે તેમ તેમ તેણુએ પિતાના પીયુના હદય કરે ઉપર માથું મુકી તેના કંઠમાં પોતાના બને નાજુક હાથ નાંખીને પિતાને ઉભરો ખાલી કરવા માંડ્યો, નેત્રમાંથી અની ધારા વહેવા લાગી. હવે આપણે ક્યાં જઈશું ! પૈસા વગર અરેરે ! એક દિવસના ભજન જેટલું પણ આપણી પાસે રહ્યું નથી. જે વખતે તમે નિ થઈને મારાં આભારણ ઉતારી લીધાં તે વખતે મને કેટલું લાગી આવ્યું હશે ! આટલું આટલું મેં કહ્યું તથાપિ તમે નજ માન્યું, તે વખતે તમે હાવ હઠીલાજ થઈ ગયા'તા. મને તે ત્યારથી જ ફાળ પડી'તી, કે આજથી આપણે દશા પલટાયેલી