________________
૧૪૬ મના. છતાં પણ અમે ધુતમાં આસક્ત હોવાથી જુગાર રમ્યાં છીએ, હું મારું સર્વ ધન હારી ગયો છું. અરર ! હું રાજાનો અને પરમ પવિત્ર પરમાત્માનો ગુન્હેગાર છું. અમને કુદરતે તરતજ શીક્ષા કરી દીધી છે. માટે હે માત! અમારો બચવાનો રસ્તો એકે ખુલ્લું નથી. હવે અમારી જીવનદેરી અમે તમને સોંપીએ છીએ. ભલે આપની ઈચ્છા હોય તે લંબાવો નહિતર અધવચ તેડી નાંખશો પણ આ જીવનદેરીનાં તમે માલેક છો, દુદેવના ભેગી થઈ પડેલા જુગારીયા શ્રીપાળે ગાંડાની માફક જેમ તેમ રાણીની આગળ આદાની સુંઠ ભરડી નાંખી.
આંખમાંથી અશ્રુની ધારા વરસાવતી અને નિરાશ્રિત બનેલી શેઠાણું પણ પટરાણીને અરજ કરવા લાગી. હે માત! અમે તે તમારાં બાળક છીયે. રાજા મારા પતિને શીક્ષા ન કરે તે માટે. તમારી પાસેથી હું એક જ વાર પતિ ભીક્ષા માગી લઉં છું, દેવે અમને સખ્ત ફટકો લગાવ્યો છે, અને શીક્ષા ઘણી થઈ છે, આ જગતમાં અમે સર્વસ્વ ગુમાવ્યું છે, અને હું નિર્માગી અરે ! મારા ગરીબનું રત્ન જે એક પતિ તે પણ ગુમાવી બેસીશ, એવો સમય આવેલો છે. માટે હે દેવી! તમે સર્વ જીવની દયા કરનારાં છો ! દરેક જીવનું રક્ષણ કરવું તે તમારું મૂળ સૂત્ર છે. દુઃખી મનુષ્યને, દુ:ખમાં સહાય કરવી તે દરેક મનુષ્યને સામાન્ય ધર્મ છે. અને તે ધર્મને અદા કરવાને માટે મનુષ્ય વ્યક્તિ તરીકે તમે પણ કુદરતે બંધાયેલાં છે. આજે એક દુઃખી મનુષ્ય વ્યક્તિ કટોકટીના સમયે પોતાના જીવન માટે તમારી પાસે આજીજી કરે છે. મરણના સપાટામાં આવેલું અમુલ્ય માનવ જીવન તેનો બચાવ કરવાની આજે તમને અમુલ્ય તક મળેલી છે. ખરેખર ઉત્તમ જનો પિતાને હાથ લાગેલી અમુલ્ય તકને ગુમાવતા નથી. ભલેલી તક ગુમાવવા થી માણસને પાછળથી ઘણો પસ્તાવો થાય છે. માટે હે દેવી! ગમે તેમ કરી મારા જુગારી પતિની મારી ખાતર એક વખત તેની કીમતી જીદગી બચાવી મને જીવતદાન આપો !
દંપતિનાં એવી રીતે કરૂણાજનક વચન સાંભળી રાણી સ્થિર થઈ ગઈ. ઓહો! આના દુઃખમાં પણ આ દંપતિ એક બીજાને નિર્મળ પ્રેમથી કેવાં ચાહે છે ! આહા ! શું તેમને નેહ છે !