________________
૧૩૮
લુંટી લઈશું અને તેના જાનમાલનું પણ દાન આપવામાં આવશે અર્થાત તેને વ્યાજબી ઇન્સાફ અમે આપીશું, બબ્બે ખુદાના દર બારમાં ઇન્સાફ કરાવવાની ખાતર તેન જાહન્નમને રસ્તે પહોચાડવામાં આવશે. માટે ભાઈ યમરાજાનું તેડુ સારૂં ! પણ તે કરતાં મને રાજાની ભીતિ વધારે છે ” શેઠે ભયનું દર્શન કરાવ્યું.
ધુતારે કહ્યું, “તમે વાણીયાભાઈ એટલે ડરી જાવો ! પણ રાજ જાણશે ત્યારે જ તેને ભય રાખવો આપણને ઉચિત છે ને ! પણ રાજા જાણેજ નહિ તો પછી કેમ! રાજા જાણે નહિ તેવી રીતે આપણે જુગાર ખેલીશું.” ' એમ કહીને મહા મુલ્યવાન એવું કામલત્તાનું કુંડળ દેખાડી શેઠને લેભમાં ડોલાવ્યા. કુંડળ દેખીને શેઠનું મન પલળી ગયું, કુંડળ જીતી લેવાને તેની ચટપટી વધવા લાગી. બન્ને જણ એક બીજાને માટે મનમાં ઘાટ ઘડ્યા કરતા હતા. | શેઠે પિતાની સ્ત્રી પાસે ચોપાટ અને પાશા મંગાવ્યા, શેઠા
એ કમાડને બંધ કરી તેને ભુંગળ ને તાળાં વાસ્યાં, બને જણ એક બીજાને જીતવાની ઇચ્છા કરતા થકા તેઓ આકાશમાં હવાઈ કલ્લા બાંધતા છે: રવા લાગ્યા. - પાશા રમવામાં ધુતારો એક શયતાનને સાથી હતે. વચમાં કેટલીકવાર તેણે શેઠને તને પણ સ્વાદ ચખાડશે. એક વખત ધુતારાની જીત થાય ત્યારે બીજી વખત શ્રીપાળ શેઠને જય મળે એમ કેટલી વાર સુધી ચાલ્યાં કર્યું. જેમ વાનર એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કુદા કરે તેવી રીતે કપટ કરીને શેઠની નજરને ભુલાવી ધુતારો પાશાને ફેરવવા લાગ્યો. અને ધીરે ધીરે શેઠ ધન ધાન્ય હારી જવા લાગ્યા “ હાર્યો જુગારી બમણું રમે ” એ ન્યાયે કરીને જીતવાની આશાથી ઉલટભેર તે ધુતારા સાથે રમવા લાગ્યો. તેની સ્ત્રીએ તેને ઘણજ અટકાવ્યો. પણ બિચારી અબળા તે અબળા જ રહી. “ વિનાશકાળે વિપરીત બુદ્ધિ” મહાન નની એ કહેવત છેટી પડતી નથી. શેઠનો દિવસ વાંકે થયો છે, તેની નશીબદેવી અત્યારે રોષે ભરાણી છે. તેથી તેને બુદ્ધિ કયાંથી આવે ? શું દમયંતી જેથી મહા સતીએ નિવાયો છતાં