________________
૧૨૭
શ્યામ વાદળાં ફેરવી દીધાં છે. ચતુરપુરૂષ તેનું હદય કળી શકે કે આ ઊઢવયની ઉમરને માણસ કઈ ગુપ્ત પશ્ચાત્તાપ કરતો હોય અને પોતાની ગંભિર ભૂલથી એક નિર્દોષ અબળાનું જીવતર પદ ભ્રષ્ટ થયું છે તેને માટે તેને ચક્ષુ રત્નોમાંથી છુટત અયુકવા હ જાણે સાક્ષી ભૂત હોય એમ અનુમાન કરી શકે ! અત્તર, ચંદન આદિ અનેક પ્રકારના વિલેપનીય પદાર્થથી પણ જેને લેશમાત્ર શાંતિ થતી નથી, જેનું મન અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયુ છે. પલકે પલકે નેત્રોમાંથી અશ્રુનાં બિંદુઓ ટપક ટપક કરતાં પિતાના નિર્મળ -હદય ઉપર થઈને નિર્ભયપણે ચાલ્યાં જાય છે. અરેરે ? મારા હીણુ ભાગીના હાથે આ શું જુલમ થઈ ગયે ? અરે ? જે પ્રધાન શિમળભ્રષ્ટ થયો હોત તો તેને વસ્ત્રથી હાથીને એકદમ સારું થાત નહિ, ખરેખર ભાર મંત્રી નિર્દોષ જ છે, અને તેની સાથે મારું અનોપમ સુંદરી રન પણ સદાને માટે પવિત્ર જ છે, કેમકે જે તેમ ન હોય કુશીલીયાને કોઈ દિવસ આવા પ્રકારને પ્રભાવ હેયજ નહિ પણુ વિશેષ એટલું જ કે તે બિચારીએ પિતાના તાવની શાંતિ માટે તે વસ્ત્ર લાવીને તેણુએ પિતાનું અંગ ગોપવેલું એમાં કોઈ સંદેહ નથી, પરન્તુ કષ્ટરૂપી સમુદ્રને વિશે આપદા સરખી એવી કદંબા રાણીએ તેણીને શોક્યનું સાલ ટાળવાને આસ્તેથી દુ:ખરૂપી સમુદ્રમાં ધકેલી દીધી છે. અરેરે ? શું કળાવતી જેવી સતી સાધવી સ્ત્રીના હાથ નથી કપાયા ? દશરથ રાજાની કેયી રાણીએ શેકયના પુત્ર રામ લક્ષ્મણને શું વનમાં નથી કઢાવ્યા ? અરર ? શું શોક્યરૂપી રાહુએ કુણાલ પુત્રને આંધળો નથી કરાવ્યો ? એ સર્વ શક્યથીજ થયુ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજાએ ચતુરા દાસીને બોલાવી વસ્ત્ર સંબંધી સર્વ હકીકત પુછી લીધી. દાસીએ સર્વ હકીકત જણાવી દીધી અને રાજાના દુઃખમાં ઉમેરે પણ ભેગું કરી દીધો.
રાજાના દુઃખને નહિ સહન કરનારો સૂર્ય જેમ બને તેમ શિઘ્રતાથી સ્પામતાવાળો થઈને અદશ થઈ ગયા. ધીરે ધીરે નિશાદેવીએ પોતાની પ્રબળ સત્તાથી જગતના સામ્રાજ્યને અંધકારમાં સપડાવી દીધું, અને રાજાનું દુઃખી દિલ પણ દુઃખથી વારંવાર તરફડવા લાગ્યું, એક વખત નિરાગી થએલે રાજા અત્યારે અનુરાગથી ઘણાજ ખેડાયમાન થએલો છે, પહેલાં જે સુંદરીના દુદેવથી