________________
૧૨૮
દિષ્પ વડે કરીને જેનું નામ પણ સંભાળ નહિ, તેના વિયોગે અને ત્યારે તેને ઝરી ખુરીને મરવા વખત આવેલો છે. અરેરે ! વહાલા હૃદય ! તું કયાં હઈશ ? તારા વિયોગે મને આ પુખે કંટક સરખાં ખેંચી રહ્યાં છે, તારા વગરનો શુન્ય આ પલંગ મને ચિતા સરખો બાળીને પાયમાલ કરવા બેઠા છે. જ્યાં હોય ત્યાંથી જલદી અલી આ વ? તારા વગરની પળ મને સો વરસ સમાન લાગે છે. અરર ! એક ક્ષણ માત્ર પણ મને અળગે: નહિ મુકનારી એવી તારી અત્યારે શી દશા હશે ! અરેરે ! એક દિવસ પણ જે મને નહિ જોતી તે મારા વગર ઝુરી ઝુરીને મરી જતી, અને પળમાં સત્તર વાર ઝરૂખે ઉભી ઉભી જોઈ રહેતી એવી હે સુંદરી ! તારા દિવસોના દિવસો કેમ પસાર થયા હશે? અરેરે ! હું શું કરૂ? હવે શું થશે ? ને કામણગારું હૃદય કેમ માનશે ?
“હજાર હયફ કે દિલ મેરા, મેરે બસમે નહિ સિવાયે ઉસ્કે કીસી આરકે હવસ નહિ”
સુંદરી ! તારા અમોઘ એવા ગુણે મારું દિલ બહાવરૂ કરી દીધું છે, તારા વગર જગત અંધકારથી આચ્છાદિત થએલું છે, તારા વગર આ જગત કોઈ પણ પદાર્થ ઉપર મને રૂચિ થતી નથી. હદયેશ્વરી ! હવે આ નિર્ભાગી હદય તારો વિરહ લાંબો કાળ નહી ખમી શકે, જ્યાં હોય ત્યાંથી આવી તારા પીયુના હૃદયને શાંતિ આપ ? અરેરે ! હે નિર્ભાગી હદય ! શાંત થા ! તને જ્યારે આટલું દુઃખ થાય છે ત્યારે ક્ષણ માત્ર પણ તારો વિયોગ સહન નહિ કરી શકનારી તે ગુણિયલ સુંદરીની કેવી સ્થીતિ હશે ! નિર્ભાગી ! તારા અવિચારીપણાનાં ફળ હવે તું ભોગવ ! તારી ઉદ્ધતાઇની સજા કુદરતે તને કરી દીધી છે, નિર્દોષને દુ:ખમાં નાખનાર પાપી હૃદય ! :તારી પાપી ભૂલનો તું જ ભોગ થઈ પડે છે તેમાં શું નવાઈ છે? અરેરે ! તે બિચારી ક્યાં હશે ? હા ! તે જે ન ભલે તે હવેથી ખાવાપીવાને પણ મારે ત્યાગ છે. જ્યારે મારા વ્હાલા રનનાં દર્શન થશે ત્યારેજ ભજન કરીશું. અન્યથા તે સુંદરીના વિયોગે ઝરી ઝરીને તેની પાછળ ચાલ્યા જઈશું, તેના વિના આ રાજ્યનું પણ મારે શું કામ છે ! અરર ! આ કોમળ કાયાની વારસદાર શું ચાલી જ ગઈ! હા ! આ વનનાં સમુગાર ! તમે કયાં ગયાં ! ઓ મારી જીવનની