________________
૧૩ તેને ઘેર રહે છે. તેના પ્રભાવ થકી નહિ બનવા યોગ્ય કાર્યને પણ માણસ કરી શકે છે. પ્રધાને રૂદન કરતા રાજાને આશ્વાસન આપતાં જણાવ્યું.
મંત્રી ! હું કયા પ્રકારનું પુન્ય કરી
હે રાજન! “તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી પાંચે પર્વને વિશે સાત વ્યસનને આખા દેશમાંથી નાશ કરાવો. કારણ કે તે વ્યસનના સેવનથી નળરાજા અને પાંડવ પ્રમુખ પણ દુઃખી થયા છે, તે આ લેમાં પણ દુઃખને કરનારાં છે અને પરલોકને વિશે પણ દુર્ગતિને આપનારાં છે, વ્યસન આવાં દુખકારી છે. સત્યવાદીનાં પણ તે સત્યને મુકાવે છે, એવું ધારીને પૂર્વે કુમારપાળ ભૂપાળે પણ પિતાના દેશમાંથી તેને નાશ કરાવ્યો. ” ઈત્યાદિ દલીલો રજુ કરી પ્રાચીન ઇતિહાસથી રાજાને માહિતગાર કરતો હ.
પ્રધાનનું કર્ણને પ્રીય લાગે તેવું વચન અંગીકાર કરીને રાજા છત્ર, ચામર વડે કરીને પ્રધાનની સાથે રાજસભામાં આવ્યો. કેટલાક વખત પછી ત્યાંથી પોતાના મહેલે આવ્યો, તથાપિ રાણી વગર તેને મુદલ ચેન પડતું નથી. તેણીના વિના જગત શુન્યકારમય જણાય છે. એવામાં પેથડકુમારે આવીને જણાવ્યું કે સાહેબ ! રાણી સાહ્યબી ધાર્યા છે.
રાજાએ જણાવ્યું, કે તું સાચું કહે છે કે હાંસી કરે છે.
નહીં સાહેબા સાચી વાત છે એ સાંભળી રાજા હર્ષાયમાન થઈને આખી નગરી શણગારતો હો. જેમ તેમ કરીને વરસ રૂપ થયેલી રાત્રીને ગુમાવી આઠમા દિવસે પ્રભાતકાળે મહા ધામધુમથી મહત્સવ પૂર્વક વાજીના શબ્દોથી પૃથ્વીને ગવતે રાજા
સિંહદેવ મંત્રી પેથડકુમારના ઘેર આવતા હો. તેને મહેલ નજીક આવી રાજા હાથી ઉપરથી ઉતરી જે હર્ષાયમાન થયો થકે ઘરમાં ગયો કે ત્યાં આગલા દિવાનખાનામાં પ્રતિપદા (પડવે) ના ચંદ્રમાં સરખી તેજ રહીંત દુર્બળ થઈ ગયેલી સીતા સતીની માફક કલંક રહીત પણ ઉદાસ વદનવાળી એવી લીલાવતીને જોઈ તેણીનું ઉદાસ વદન દેખીને રાજાની આંખમાંથી અશ્રનું બિંદુ સરકતું રાણીએ દેખ્યું, તેની સાથે રાજાના મુખમાંથી નીચેના શબ્દ પણું સાંભળ્યા.