________________
ભોગવે છે, તે જ કારણ માટે મહાપદ્મ ચક્રવર્તીએ પિતાની માતાને હરખ થવાને માટે નિરંતર એક એક દેરાસર બંધાવીને દેરાસરની પંક્તિએ કરીને તે પૃથ્વી મંડળને શોભાવતે હો. વળી સંપ્રતિ રાજાએ પણ રાજ્ય પામ્યા પછી સો વર્ષની ગણતરીયે છત્રીશ હજાર દિવસો ગણુને પૃથ્વીરૂપી રાણીને મુકતાફળના મનહર હારસમાન એવાં નવનવાં છત્રીસ હજાર દેરાસર નિપજાવતા હવા. કુમારપાળ, વિમલશાહ તથા દેશના કેટવાળ એવા વસ્તુપાળને, તેજપાળ મંત્રી ઈત્યાદિક દેરાસરને કરાવનારા ઘણા પુરૂષ પૂર્વે થઈ ગયા છે. સ્ત્રીનાં લીલાયમાન એવાં જે ચપળ નેત્ર તેના સરખુ દ્રવ્ય છે. અને બળ જે તે વિજળીના ઝબકારા જેવું છે. વાયુવડે કંપાયમાન એવું કમળપત્ર તેની ઉપર રહેલું જલ બિંદુ તેના સરખું ચપળ આયુષ્ય છે. તે માટે મનુષ્ય જીવન સાર્થક કરવાને આવી વસ્તુનું ફળ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ઇત્યાદિક કલ્યાણ કરનારી વાણી આચાર્ય મહારાજ પેથડકુમારને સંભળાવતા હવા.
પિથડકુમારે માંડવગઢને વિશે અઢાર લાખ રૂપીયા ખરચીને ફરતી બહેર દેરી કરીને સહીત એવું આદેશ્વર ભગવાનનું દેરાસર કરાવી તેનું તે શવ્યાવતાર એવું નામ સ્થાપન કરતા હવા. અત્યંત ઊંચા મંડપને ધારણ કરતા બહાર રૂપાના દડ અને કલશે કરીને સહિત શ્રી સિદ્ધાચળને વિશે તેઓ શ્રી શાંતિનાથનું દેરાસર કરાવતા હવા. આંખને આનંદકારી એવા મોટા તેણે કરીને સહીત કારપુરમાં એક દેરાસર કરાવ્યું. શારદા પત્તનને વિશે એક દેરાસર કરાવ્યું, તારાપુર નગરને વિશે, પ્રભાવતી નગરીને વિશે, સોમેશ પત્તનને વિશે, વાંકાનેરને વિશે, માંધાના નગરને વિશે, ધારા નગરીને વિશે, નાગરદ નગરને વિશે, નાગપુરને વિશે, નાશીકને વિશે, વડેદરાને વિશે, સોપારકને વિશે, રનપુરને વિશે, કોરડા ગામને વિશે, કરહેલ તીર્થને વિશે, ચંદ્રાવતી નગરીને વિશે, ચિતડને વિશે, ચારૂપને વિશે, ચીખલ નગરને વિશે, બિહારને વિશે, વામનસ્થલીને વિશે, જયપુરને વિશે, ઉજપનીને વિશે, જાલંધર નગરને વિશે સેતુબંદરને વિશે, દેશને વિશે, પશુ સાગરને વિશે, પ્રતિષ્ઠા નગરને વિશે, વર્ધમાન નગરને વિશે, પર્ણબિહારને વિશે, હસ્તિનાપુરને વિશે, દેપાળપુરને વિશે, ગેપુરને વિશે, જેસંગ : પરને વિશે, બિંબપુરને વિશે, શુરાદરીને વિશે, અભૂમિને વિશે,