________________
હાથ લાગી જાય છે કે જેથી તેના ભાગને પાશો કરી જાય છે. તે પછી પૈસે પૈસાને પેદા કરે, એ ન્યાયે તે ઉત્તરોત્તર વધતું જાય છે. તેવી જ રીતે મારે પણ આ અમુલ્ય તક ગુમાવવી જોઈએ નહિ. આ તક સાધવાથી જીવન પર્યત જેટલું ધન મલતાં મારું દરિદ્રપણું ટલી જશે, અને વારંવાર જેની તેની આગળ હાથ પહોળો. કરવાને વખત મારે આવશે નહિ. કેમકે આજે માંડવગઢને નવો મંત્રી પેથડકુમાર કોડે ગમે દ્રવ્યનો માલેક થયો છે, તેમના ગુરૂ શ્રી ધર્મઘોષ સૂરિ આજે અહી આ પધારેલા છે. લોકો કહે છે કે એ પેથડકુમારના ધર્મગુરૂં છે અને તેમનો ઉપકાર પેથડકુમાર ઉપર ઘણો જ છે, તેઓ શ્રી પેથડકુમાર પાસે માંડવગઢ જવાના છે, માટે હું તેમને પહેલાં જઈને ગુરૂ આગમનની વધામણી આપુ તો તે ઉદાર દીલને માણસ જરૂર મારૂં દારિદ્ર નાશ કરશે. માટે કેઈ ન જાય તેના પહેલાં જે હું જઈને વધામણી આપુ તે મારૂ કાર્ય ત્વરાથી સિદ્ધ થાય.”
ત્યાદિક વિચાર કરતા ઉજજયિની નગરીને માધવ નામે એક ભાટ પિતાના ઘરને વિશે ધન પ્રાપ્તિના વિચારમાં લીન થયે છતે બેઠો હતા, ત્યાંથી ઉઠી પરવારીને તરત જ તેણે માંડવગઢ તરફ પ્રયાણ કર્યું, અનુક્રમે તે માંડવગઢમાં આવીને પેથડકુમારને વધામણી આ પત હ. હે સ્વામી ! આ લેક અને પરલોક્યાં સુખ આપનારા એવા જે ગુરૂનો આપે આશ્રય કરેલ છે તે ગુરૂ મહારાજ અલ્પ સમયમાં જ અહીં પધારશે, જે માણસો પોતાના ગુરૂના સમાચાર તથા તેમની પ્રશંસા અને તેમનું નામ સાંભળીને પિતાના હદયમાં હરખ પામે છે. તે માણસો ગુરૂની વધામણી આપનારને ઘણું ધન આપે છે, એવા પુરૂષોને ધન્ય છે. કેમકે માતા, પિતા, દીપક અને ઝાઝના સરખા ગુરૂ ઘણા ઉપકાર કરનારા હોય છે, માટે હે બુહિંવંત ! તમને વધામણી આપું છું કે તમારા મહા મોટા પુત્ર ન્યથી ખેંચાયા છતા શ્રી ધર્મઘોષ આચાર્ય પધાયો છે.
એ પ્રમાણે કાનને રસ યણ સરખાં માધવનાં વચન સાંભળીને પેથડકુમાર સેનાની જહવા અને હીરાની દંતપંક્તિ તેને આપતા હવા. તથા પટોળાં, પહેરામણીનાં વસ્ત્ર, પાંય ઘેડા અને ઋધિવત ગામ આપી તેને વિદાય કરતા હતા. પછી સામન્તાહિક સહીત એવા મંત્રી ઘર્મઘોષ આચાર્યને પ્રવેશ કરવાને માટે લોને આજ્ઞા આપતા હતા. અને રાજા પાસે આવી આચાર્ય મહારાજ