________________
૧૨૩ હવે તે મિત્રને એકાગ્ર ચિત્તે નિર્મળ વસ્ત્ર પહેરીને એકાંતને વિશે દરરોજ શાસ્ત્ર યુક્ત વિધિ વડે કરીને લીલાવતી આરાઘે છે, ખરેખર આ વખતે રાણી પદ્માસન ઉપર બેઠી થકી મનહર મુદ્રાને ધારણ કરતી ઉજવળ વસ્ત્ર પહેરીને રત્નાક્ષની માળા ધારણ કરેલી એવી સાક્ષાત સરસ્વતીજ છે કે શું ? એવી રીતે તેણી શોભવા લાગી. એમ કરતાં થકાં પચ્ચીસ હજાર જાપ થયે છતે શાસનદેવી તેને સ્વપ્નામાં પ્રગટ થઈ બોલવા લાગી, હે પુત્રી ! “આજથી આ ઠમે દિવસે તારી સેવાના અવસરમાં ઉતાવળે થયે થકે તારે સ્વમી રાજા પ્રભાતકાળે તને બોલાવવાને આવશે” એવી રીતનું વચન કહીને દેવી અદશ થઈ ગઈ. પ્રાત:કાળે પ્રધાનની સ્ત્રીને વાત જણાવી તેનું વચન સાંભળીને તેને ધિરજ આવી કે તારું કાર્ય સિદ્ધ થયું. એમ કરતાં પાંચ દિવસ પુરા થયા એટલે એક લાખ જાપ પૂરો થયો !
એવા અવસરમાં રાજાને રણરંગ નામા પદ હાથી તે દિવસે પાણી પીવાને નીકળ્યો, હાથી ઉદ્ધતપણે ચાલતે અનુક્રમે મદિરાવાળાની દુકાને આવ્યું, ત્યાં તેણે પિતાની સુંઢ લાંબી કરી અને દુકોનદારે રાખેલી ઉત્તમ મદિરા જે કુંડામાં હતી, તે ઘટઘટાવી ગયો. મેં દિરાના પાનથી હાથી અત્યંત ઉદ્ધત થયે, વિસ્તારવંત એવા પિતાના પગલે કરીને પૃથ્વીને કપાયમાન કરતા ગંભિર ગર્જનાથી ભયંકર અવાજ કરતે તે કોની સામે દેડવા લાગ્યો, અને જેને તેને મારવા લાગે. કલ્પાંત કાળથી ઉદ્ધત થએલા સમુદ્રના સરખી તેની ગર્જના સાંભળીને નગરવાસી જને પોતપોતાની દુકાનોને મુકી દઈને
જ્યાં ત્યાં જીવ બચાવીને નાશભાગ કરવા લાગ્યા. પછી જાણે પોતાને જ વધાવવાને હોય નહિ! તેમ દુકાનમાંથી મોતીયોને ઉછાળતો. હો અને નગ્ન અવસ્થાને ભગવતી દિશા રૂપી રમણીયોને આપતો ન હોય તેમ વસ્ત્રોને પણ ચારે તરફ તે ઉછાળવા લાગ્યા, અનુક્રમે જેનું તેને નુકશાન કરતે એવો મદોન્મતાથી ચોટામાં આવ્યો, ઘોડા, સુભટ અને મોટા મોટા હાથીઓ તે વડે કરીને પણ નહિ રોકાયેલ તે છેવટે નુકશાન કરતો નગરની બહાર આવ્યો. ત્યાં સંપૂર્ણ પાંદડાંથી ભરેલું અને પૃથ્વીને વિશે છત્ર સરખું એક વિસ્તીર્ણ વડલાનું ઝાડ હતું. તે વડલાને અધિષ્ઠાયક ભૂત તે વૃક્ષની અવગણના કરનારને અને તેના પાંદડાં પ્રમુખ ચુંટનારને કષ્ટમાં નાખે છે, એવા અધિષ્ઠાયકવા.