________________
૧૨૪
ળા તે વડના વૃક્ષને દેખીને ક્રોધથી ત્રોગણું થયું છે બળ જેનું એવો તે રામ રંગ હાથી પોતાની સુંઢથી તેના થડને આંટી પાડી મૂળથી ખે છે હો. પોતાના ઘરને પાડતાં દેખીને કણ કોપાયમાન ન થાય ? તેવીજ રીતે તે ભૂત ક્રોધથી પર્વત સરખી કાયાવાળા હાથી ને ઉચે ભમાડીને ભૂમિ ઉપર પછાડતે હો તેના પછડાવાથી ભૂમિ પણ કંપાયમાન થઈ. અરે ! શેષનાગ ડોલવા લાગ્યો. હાથીની ચીસ સાંભળીને રાજા તેની ખબર લેવા માટે તેની તરફ દોડયો, હાથીને મુવેલા સરખો દેખી રાજા મુચ્છ ખાઈ ભૂમિ ઉપર ઢળી પડયો. રાજા મુછિત દેખીને લોકોએ કેળના પાંદડાવડે શિતળ પવન નાંખી રાજાની મુ વાળી.
રાજાને ચૈતન્ય આવ્યું, એટલે ડાહ્યા પુરૂષે હાથીને મારનારને જણાવતા, હવા કે હે સ્વામી ! “આ હાથી જીવે છે પરંતુ ભૂતના દે. ષથી હાથી મુવા જેવો થયેલો છે તેથી દેષો દુર કરવાને કઈ પણું ઉપાય કરાવો ?” પછી રાજા હાથીના જેટલો અડદને ઢગલો કરાવી બ્રાહ્મણને આપી દેતે હવો, અનેક પ્રકારના મંત્ર જડીબુટ્ટી વગેરે ઉપાયો કરાવ્યા પણ કોઇ રીતે હાથીને ગુણ ન થયો, તથાપિ માનવીને આશા બળવાન છે, ચોતરથી આપદામાં ઘેરાયેલા માનવીને જે કોઈ પણ જીવનેરી હોય તો તે ફક્ત આશાજ છે. આશા રૂપી જીવનદેરી જે માનવીને માથે ન સરજાએલી હોય તે દુઃખમાં ઘણા માનવીઓ પિતાની કાયાની આહુતિ આપી દે. પરન્તુ આશા તેમ કરતાં માનવીને અટકાવે છે. આશા એ માનવીના જીવનનું ગુઢ રહસ્ય છે. આશા રૂપી જીવનના તંતુથી બંધાયેલો માણસ પિતાની હીણભાગી આશાને ભવિષમાં ફલીભૂત થએલી જોઈ શકે છે. માનવ જીવનનું ખરું તવ ફક્ત એક આશા જ છે. પિતાના હાથીને અનેક પ્રકારે ઓષધી કરાવતાં પણ સારું થતું નથી, અને થોડા વખતમાં મરી જશે એવી સ્થિતિમાં પણ રાજાની અમર આશા વિ. નશ્વરપણાને પામી નથી. માનવીની બળવાન આશા ગમે તેવા સંજોગોમાં પણ વિશ્વરપણાને પામતી નથી, જે કદાપિ માનવીને આ જગતમાં પોતાના નિર્ભાગી જીવનને વિશે આશાનું અવલંબન ન હોત તો તેનું જીવન આ દુનિયામાં વધારે વખત ટકી શકે જ નહિ.. માટે ખરેખર માણસને કોઈ પણ બેલી હોય તેના જીવનને જે કોઈપણ કીમતી મદદ આપનાર હોય તે તે આશાજ છે,