________________
ભાવા–એક દુઃખને તે પાર હજુ પામ્યા નથી. એટલામાં તે બીજુ દુઃખ આવીને ઉભુ રહે છે. માટે એ સાચી વાત હોય છે કે છિદ્રમાં ઘણા પ્રકારના અનર્થો રહેલો છે.
આ જગતમાં માણસને માથે ચડતી પડતીનાં ચક્ર આવ્યાજ કરે છે, અને એ જગતના સામાન્ય વ્યાપક નિયમની હું પણ ભોગ થઈ પડું તે તેમાં નવાઈ નથી. વળી હવે હું સંસારના સુખથી વંચિત પણ થઇ ગયેલી છું, આટલા દિવસ સુધી ઘણી લહેર કરી. અનેક પ્રકારના વિલાસે ભગવ્યા. મનમાનતે વૈભવ પણ અનુભવ્યો, ને હવે દુર્દેવને ભોગ પણ હું થઈ પડી, ખરેખર દેવેજ રાજાની મતિ પલટાવી દીધી અને તેની સાથે આજ સુધીને અનુભવેલો વૈભવ સ્વપ્ના સદશ અદશ પણ થઈ ગયો ! ખેર ? ચડતી પડતીનાં ક્ર જગત ઉપર ફર્યા જ કરે છે, આ જગતમાં વેળા વેળાની છાંયડી છે તે ખરી વાત છે.'
“સુતાંતાં સુંદર સેજમાં, રમતાંતાં મનહર મહેલમાં, જમતાં તાં ઘી ને ખાંડ ત્યારે, આજ આંસુ ખરખરે ! આશા ભરી એક સુંદરી, નિજ દૈવને રડતી હતી, વેળા વેળાની છાંયડી, વિણ વાંકે તે મરતી હતી”.
માણસ શું ધારે છે ત્યારે દેવ શું કરે છે અરે ! હવે તે મરણ એજ શરણ છે, કારણ કે જગતમાં માણસને પિતાની આ બરૂ સાચવવી એ તેને સામાન્ય ધર્મ છે. માણસ પિતાની લાજને પિતાના શરીર કરતાં પણ વધારે કીમતી ગણે છે. પોતાની આબરૂની ખાતર ઘણાક શરમાળ વર્ગ પોતાની કાયાને ગુમાવી મરણને શરણ થાય છે, કેમકે શરીરની કીમત ખરેખર આબરૂ કરતાં વધારે હૈઈ શકતી નથી, અને તેવી જ રીતે આજે તે સ્વાલ મારી સામે આવીને ખડો થયો છે. અરર ! મારા આવા પિયુ વિનાના જીવતરને ધિક્કાર છે , વળી માથે કલંક ચઢેલે એ માનવ દુનિયામાં જીવતાં છતાં મુએલોજ છે, આજે મારા દૈવે મને સખત ફટકો લગાવેલ છે. જગતમાં સતી સ્ત્રીઓને ભરણું એજ શરણ છે. મારા પતિ રાજાએ તે મને દેશ નિકાલની સજા કરી તેણે પિતાની નિર્ધતા બતાવી દીધી છે. તો હવે મારે શું કરવું? ખરેખર કઈ પાપીના કાવતરા