________________
૧૨૦
તેના આંતરડાં ખેંચાવા લાગ્યાં, તેમ તેમ મરણની અંતિમ ઘડી પાસે આવવા લાગી? અરેરે! એકાંત અવસ્થામાં મરનારી આ સુંદરીને કેણુ મુક્ત કરે ! કંઠ રૂંધાવા લાગતાં જીવ નીકળવા માટે હવે તૈયારી થવા લાગી, પણ કોને ગરજ હોય કે તેને મનાવે પરંતુ નિભંગી જીવ આ વહાલા ખાળીયાનો ત્યાગ કરી શકતો નથી, કોણ જાણે કેમ જીવ નહિ જતો હોય પરંતુ જેને દૈવ રાખનાર છે તેને કોઈ મારી શકતું નથી. સમુદ્રના અગાધ જળમાં પડેલા અને બચવાની આશાથી વિમુખ થએલા એવા છે પણ સમુદ્ર થકી કોઈ પણ ઉપાયે બહાર નીકળી શકે છે. મરણાવસ્થામાં સુતેલા એવા અનેક રોગથી પીડાતા છેવો કંઠે જીવ આવેલો હોય તે પણ તેમાંથી બચી જાય છે, એક નિમેષ માત્રમાં આ દુનિયામાંથી સદાને માટે એક સુંદરી રત્ન અસ્ત થવાનું હતું. એક પલકમાં પૂર્ણમા સરખી તેજસ્વી શિતલ યુક્ત ચાંદની આ જગતમાં સદાને માટે નાશ થવાની હતી. પરંતુ દેવ ઈચ્છા પ્રબળ છે, માનવીનું ધાર્યું કાંઈ થતું નથી. “જેને રામ રાખે તેણે કોણ ચાખે' જ દેવની જ ઈચ્છા માનવાની નથી તો પછી માણસનું ધાર્યું શું થવાનું છે કેણ જાણે દૈવની ઈચ્છાથી કહે અથવા તો દેવતાની શક્તિથી કહે કે સુંદરીના શિયળના પ્રભાવથી કહે કે ગમે તેવા કારણની કલ્પના કરે પણ શું થયું, કે જેથી દેરડું અધવચ તુટી જ ગયું, અને તુટતાંની સાથે જ આ બેભાન સુંદરી મૂઅવસ્થામાં ભૂમિ ઉપર પટકાઈ ગઈ. તેના અવાજથી મંત્રીની સ્ત્રી પ્રાથમિણું (પની) એકદમ દેડી આવી ! અરેરે ! આ શું થયું? હા ! રાણીએ તે કાંઈ કર્યું નથી. તરતજ બારણું ઉઘાડી અંદર આવી તે ગળે દોરડા સહીત રાણી મૂછવસ્થામાં પડી છે, તરતજ પ્રથમિણીએ (પદ્મનીએ) ગળાનું દેરડું આસ્તેથી કાપી નાંખ્યું, અને તેની નાડ તપાસી તે ધીમે ધીમે ચાલતી તેના જેવામાં આવી, તરતજ મૂચ્છ વાળવાને અનેક પ્રકારે ઉપચાર કરવા લાગી.