________________
છે, તેને મેં જહવા વડે કરીને ભાઈ કહે છે, કેમકે તે રક ધર્મ વાને ઘણોજ તત્પર છે. વળી અવંતી દેશનો જયસિંહ રાજા તે તેના પ્રતિબિંબ રૂ૫ છે. અને છત્ર, ચામર વગરતો તે પયડકુમાર મંત્રી આખી માળવાનો અધિપતિ, અરે ! તે તાજ વગરનો મહારાજા હોય તેમ કહેવાય છે, પ્રભાતકાળે આપ સ્વામીને નમસ્કાર કરવાને તે બહુમાનથી આવવાનો છે પ્રધાનની એ પ્રકારની વાત હદયમાં ધારણ કરીને તે રાજા રાજ્ય કાર્યમાં અને નિંદ્રામાં પિતાની રાત્રી ગુમાવતો હો.” હેમ પ્રધાન પણ હઊંત થયો થકો ઘેર આવી પ્રધાનને રાજાને મલવાને અવસર જણાવતો હ.
પ્રાતઃકાળે સર્વ સામન્તાદિક પ્રધાનના પરિવાર વડે કરીને રાજ સભામાં બેઠેલા છે, તેવામાં સર્વ પરિવારથી પરવરે પેથડ કુમાર મંત્રી એક સુવર્ણના સ્થાળમાં દ્રવ્યને સમુહ અને શ્રી ફળ એ બે વસ્તુ મુકીને રાજા આગળ તે ભેટ મુકતે હો. રાજા પણ તે પેથડકુમાર નજીકમાં આવે છતે ઉઠીને એકદમ નેહથી આલિંગન આપતે હો. કેમકે કુળવંત પુણે વિનયવંત હોય છે, વળી હરણીની ચંચળ ચક્ષુઓ કોણે આજેલી છે? મયુરનાં મનહર પીછાં કેણે ચીતર્યા છે? તેમજ કમળની પાંખડીનાં સમુદાયને કોણ ગોઠવે છે ? કોઈ નહિ ! એ સર્વ સ્વાભાવિક રીતે જ થયા કરે છે, તેવી જ રીતે કુળવંતા પુરૂષોને વિશે વિનય પણ સ્વાભાવિકજ હોય છે ત્યાર બાદ પિથડકુમારને તેનું ભંટણું પાછું આપી રાજાએ શ્રીફલ અંગીકાર કરી જે પિતાની પાસે આસન ઉપર બેસાડી તેને કુશળક્ષેમના સમાચાર પૂછતે હ. અનંતર પેથડકુમારને પહેરામણ આપીને તેને ભૂમિ આપવાને માટે રાજા ઘોડા ઉપર ચડીને ચાટામાં પિતાના પરિવાર સહિત નિકળ્યો. તે પછી ચોટાના મધ્ય ભાગમાં પ્રધાને જેટલી પૃથ્વી માગી તેટલી પૃથ્વી આપી અને તેટલી જમીન બ્રાહ્મણોને પણ આપી ને રાજા બ્રાહ્મણને ખુશી કરતે હો. હવે જે પૃથ્વી પેથડકુમારને આપેલી છે તે પૃથ્વી ઉપર રહેલી વ્યવહારીયાઓની સાત માળની હવેલીઓ તથા દુકાન, ઘર પ્રમુખ તે સર્વને પેથડકુમારે પડાવી નાંખ્યું, કેમકે જગતમાં એવો ન્યાય છે કે ઘરને માટે વૃક્ષોનો સમુહ ભગાય છે. ઓરડાને માટે ઘર ભગાય છે. દુકાનને માટે ઘર તોડી નાંખવામાં આવે છે અને દેરાસરને માટે દુકાનો ભાગવામાં આવે છે, હવે શુભ મુહુર્તે ભૂમિ