________________
પણ બ્રાહ્મણોના વચનથી મનમાં ડોલાયમાન થયો, કેમકે રાજા એને કાન હોય છે પણ સાન હોતી નથી. બહુધા તેઓ કાચા કાનના હોય છે રાજાએ બ્રાહ્મણનું વચન અંગીકાર કર્યું અને જણાવ્યું કે પ્રભાતે તે મીઠા પાણીનું પાન કરીને ત્યાં મોટી વાવ બંધાવીશું, એમ કહી શાહ્મણને વિદાય કર્યા.
હવે રાજાને હજમ કરરાજ પેશડકુમારને ત્યાં તેનું માથું દબાવવાને જાય છે, તે હજમે બ્રાહ્મણની વાત સાંભળીને પેથડકુમા રને જશુવી દીધી. તુચ્છ વસ્તુ પણ જે પ્રસન્ન કરાયેલી હોય તે કોઈ વખત સારૂં ફળ આપે છે, કેમકે એક વખતે ઉંદરે મહા સંકટમાં પડેલા અને દોરડાથી બંધાયેલા એવા સિંહને છોડાવ્યો છે. ઈત્યાદિ વિચાર કરતે પેથડકુમાર રાત્રીને વિશે એક માણસને દ્રવ્ય આપી લુણુની પાઠ લેવાને પિતાને ગામ મોકલી તરતજ પિઠ મંગાવી તે પાણીમાં નંખાવી પાણી હલાવીને ખારું કરી નાંખ્યું. પછી પિવડકુમાર ઘેર જઈને સુખે સમાધે સુઈ રહ્યા હવે પ્રાતઃકાળે રાજાએ ત્યાં આવીને પાણી ચાખ્યું તો ખારૂં લાગ્યું, એટલે તેણે વિચાર કર્યો કે આ સર્વ વાત બ્રાહ્મણે ઈર્ષ્યાથી કહે છે, પછી બ્રાહ્મણોને રાજાએ ઘણે ઠપકો આપ્યો ને પેથડકુમારનું સન્માન કરીને રાજા પિતાને મહેલે આવ્યો. અને બ્રામણોએ જે ખરાબ ચિંગ તવન કર્યું હતું તે સત્વર વિનાશ પામી ગયું, કેમકે જે કદાચ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષોનું કાર્ય સિદ્ધ થાય તે પછી સજ્જન પુને તેઓ જીવવા પણ દે નહિ, કેમકે ઘાસ વડે કરીને આજીવિકા ચલાવનારા મૃગલાઓના દુમન પારધીઓ છે. પાણી વડે કરીને પેટનું પિષણ કરનારા માછલીના શત્રુઓ માછી છે અને સંતોષ વડે કરીને આજીવિકા કરનારા એવા સજ્જન પુરૂષોના દુશ્મન દુજને છે માટે પારધી, માછી અને દુર્જનો એ આ જગતમાં કારણ વગરના શત્રુઓ છે.
હવે પેથડકુમાર કોઈ મહા બુદ્ધિવંત સુથારને માટે હેમ પ્રઘાનને પૂછતા હવા. એટલામાં તેમને એક સુથાર મળ્યો, તે જણાવવા લાગે કે હે દેવ ! હું સારી રીતે કામ કરી શકું છું કારણ કે મારા બાપદાદાને તે ધંધે છે.