________________
૧૦૯ ધારણ કરીને પહેર્યું તે તે દિવસે તેને બિલકુલ તાવ આવે નહિ, એક ફળ માત્ર આપવા વડે કરીને જેમ કલ્પવૃક્ષ સર્વ વસ્તુને આપનાર છે, તેવી જ રીતે શિયળવંત પુરૂષો સમગ્ર કાર્ય કરવાને શક્તિવત છે. હવે અત્યારે જોકે મહારાણને તાવ ગયો છે તથાપિ ફરીને આવશે, એવી શંકા વડે કરીને રાજાને તે વાત કોઈએ કહિ નહીં. કેમકે જે ફરી તાવ આવે તો જુઠાને માટે રાજા કે પાયમાન થાય છે, તે વસ્ત્રો પહેરેલું રાખીને અને તે વડે પિતાનું અંગ છુપાવીને પલંગ ઉપર શયન કરતાં થકાં રાણી નિદ્રાવશ થઈ ગઈ, અને અન્ય ત્યારથી તેનું સુખ પણ તેની સાથે શયન કરી ગયું.
એવા અવસરમાં આવેલી તકને નહિ ગુમાવનારી સર્વ રાણીઓમાં મુખ્ય એવી કદંબા નામે રાણી ઈર્ષ્યાથી બળતી છતી રાજાને એકાંતમાં કહેવા લાગી, કે હે રાજન ! મારી વાત સાંભળે તે કહું; જોકે તે તમને ગમશે તે નહિ જ, તો પણ તમને કહેવાથી કાંઈ ફાયદો થશે તેમ ધારી હું કહું છું કે હે સ્વામિન ! કન્યકુબજ દેશના રાજાની પુત્રી અને તમારી નવી પટરાણી લીલાવતી તાવથી ઘેરાયેલી છે પણ તે ખોટી વાત છે. તેને ટૅગ લઈને બેઠી છે, પણ ખરી વાત તે એજ છે કે તે પ્રધાનમાં આસક્ત થએલી છે. અને તે રાણી તમને અપમંગળ કરનારી ન થા ? કેમકે કામી જને પાપ થકી ભય પામતા નથી. અરે ! સ્ત્રીઓ જે કઈ પણ વસ્તુને
છે તો તેને અટકાવવાને ઈદ્ર પણ સમર્થ નથી, તે માનવ કે માત્ર છે. વળી તે સ્ત્રીઓ સ્વછંદપણાને ઈચ્છતી થકી પેટ અને ચાતુર્યતા વડે કરીને પિતાના સ્વામીને પણ યમરાજાને અતિથિ કરી દે છે. વળી તે તમારી રાણી તે પ્રધાનમાં ઘણી ભણી છે. કે રાત્રીને વિશે પ્રધાન સંગાથે ક્રીડા કરીને દિવસે પણ તેનું આપે. લું વસ્ત્ર પિતાના હૃદય ઉપરથી દૂર કરી શકતી નથી, વળી હે સ્વામી ! મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તે અત્યારે તમે તે રાણીના મહેલે જઇને તપાસ કરો ?
રાણું કદંબાનું અવસરને એવું વચન સાંભળીને શંકાયમાન થએલે રાજ લીલાવતીના મહેલે આવ્યો, ત્યાં રાણીને રાતા લૂગડા વડે વિટાયેલી અને પલંગમાં સુતેલી દેખીને રાજા સમજ્યો. કે રાણું પ્રધાનમાં નિશ્ચય આસક્ત થએલી છે, તરત જ રાજાએ