________________
પ
માદવાનુ કામ શરૂ કર્યું. ત્રણ વાંસ પ્રમાણુ જમીન ખેાદતાં કાઇ દિવસ નહિ પીધેલુ. એવુ મીઠું પાણી તેમાંથી નીકળ્યું પણ તેમાં કાંઇ નવાઇ નથી, કેમકે ભાગ્ય હોય છે તે! તેવીજ રીતે નિધાન પ્રગટે છે. વળી ભૂમાતાના ગર્ભમાં પગલે પગલે નિધાન ગુપ્તપણે રહેલાં છે. યેાજન યેાજન પ્રત્યે રસકપિકા રહેલી છે તેમજ ઘણાં રતા પૃથ્વીતે વિશે રહેલાં છે. પરન્તુ ભાગ્યહીન પુરૂષો દેખતા
નથી.
ઇર્ષ્યા વડે કરીને ઘેરાયલા કેટલાક બ્રાહ્મણેા રાજા રામદેવની પાસે આવીને સન્ધ્યાકાળને સ ્ચે એકાંતને વિશે વિનંતિ કરવા લાગ્યા, કે હે દેવ ! પેથઠ પ્રધાન જ્યાં જૈત મંદિર કરાવે છે ત્યાં મીઠું પાણી નીકળ્યુ છે. આ ઠેકાણે અઢારે વર્ણ પાણી પીશે, તેથી તમને ઘણુ પુન્ય પ્રાપ્ત થશે. કેમકે કુવાદિક કરાવવા, પાણીનાં સ્થાનક કરાવવાં, તે થકી પુરાણમાં બહુ પુન્ય કહ્યું છે. વળી હે દેવ ! તમે શ્રવણ કરા; કે પૂર્વ કાળને વિશે કાઇ ચાર ચારી કરીને નાતે ચકા રસ્તામાં અત્યંત તાતુર થયા. એટલામાં ત્યાં તલાવ આવ્યુ, તે તલાવમાં ઘેાડી લીલી ભૂમિ હતી. તેથી તેણે તે જગાએ ખાડા ખાધો, અને તેમાંથી નિકળેલુ પાણી પોતે પીધું, અને પછી તે સાંથી ચાલતા થયેા. તથાપિ તેમાં રહેલુ નિર્મળ પાણી તેને પુન્ય બંધનમાં કારણભૂત થયુ, કેમકે એટલામાં રાજાના સુભટાએ આવીને તેને માર્યા, તેના પુન્ય થકી તે ચાર દેવતા થયા. માટે હે રાજન ! દેરાસરને યાગ્ય ભૂમિ તેને ખીજે કયાંક આપે!? અને આ ઠેકાણે મેટી વાવ બંધાવા, જેથી તમને મોટું પુણ્ય થશે, એ પ્રમાણે અજ્ઞાની બ્રાહ્મણેાએ વાવ પ્રમુખ કરવાને રાજાને કહ્યું. પણ તેને વિશે પુન્ય પાપ તે મેરૂને સરસવ સરખુ છે, અનેક પ્રકારનાં તળાવ વગેરે કરાવવાને પૂર્વે પણ કુબુદ્ધિએ ભાજરાજાને કહ્યું'તુ. તે વખતે ભાજ રાજા આગળ મહા બુદ્ધિશાળી એવા ધનપાળ પંડિત રહેતા’તા, તેણે જવાબ આપ્યા કે આ તલાવ એક પ્રકારની દાનશાળા છે, કેમકે જેમાં નિરતર માછલાં આદિ રસાઇ તૈયાર થાય છે, વળી બગલાં, સારસ પક્ષી અને ચક્રવાક વગેરે એ રસેનુ ભાજન કરવાને આવે છે તે માટે આવી રીતની દાનશાળામાં કેટલું પુન્ય થશે તે અમારા જાણવામાં આવતુ નથી. અહી પણ બ્રાહ્મણેાએ રાજાને ભાળવવા માટે પોતાથી બનતા ઉપાયેા કર્યા. રાજા