________________
નિરાશ થઇને પાછા જતા નથી, અણજાણે પુરૂષ પણ ભોજન કરીને જાય છે. અને જે ભોજન કરવા આવે છે તે બધા તમારી પ્રશંસા કરે છે, ને દાનશાળામાં અત્યાર સુધીમાં સવા કોડ રૂપીયાને ખરચ થયો છે, તે થકી ઉત્પન્ન થએલે તમારો જશ તે ક્રોડગમે યુગ સુધી પણ રહેશે. ઇત્યાદિક વચન સાંભળીને હેમ પ્રધાન અત્યંત ખુશી થતો હો, તેનાં રોમરાય વિસ્વર થયાં, પિતાના મનમાં અનેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી, અને પોતાની જાતે ખરૂં તત્વ જેવાને તેણે નિશ્ચય કર્યો.
એક દિવસે તેમ પ્રધાને કારપુરમાં જઈને દાનશાળાના કાર્ય વાહકને તેની ખરી વાત પૂછીને અને તેના કરનાર પેથડકુમાર છે એમ જાણીને પોતે વિચાર કરવા લાગ્યો કે જે સ્ત્રીઓએ પથડકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે તેવી સ્ત્રીઓને ધન્ય છે. કેમકે ઘણા પુરૂષો એવા હોય છે, કે તે પારકા ધન વડે કરીને પોતાનું નામ ગવરાવે છે. ત્યારે કેટલાક પેથડકુમાર જેવા એવા પણ પુરૂષ હોય છે કે જે પિતાના દ્રવ્ય વડે કરીને પારકાની ખ્યાતિ વધારે છે, એ પ્રકારે વિચાર કરીને ગઢમાં જઈને તેમપ્રધાન પેથડકુમારને મળતા હવા. પેથડકુમારે પણ હેય પ્રધાને ઘણો સત્કાર કર્યો.
હે પિથડકુમાર! “તમોએ મારા નામની આ પ્રમાણેની ધર્મ શાળા કરી તેમાં શું કારણ છે ? તે મારા ઉપર પ્રસન્ન થઈને કહે. કેમકે તમે મારી ઉપર ઉપકાર કર્યો છે તેનું અનુણીપણું પામું તેમ છે નહિ, તથાપિ મારે તેને વિચાર કર જોઈએ, માટે મને કહો.” એ પ્રમાણે આગ્રહપૂર્વક હેમ પ્રધાને જણાવ્યું.
હે પ્રધાનજી ! “ અમારું કામ તમે સહેલાઈથી કરી શકે તેમ છે, ” પેથડકુમારે જણાવ્યું.
“ બળવડે કરીને અને શરીરવડે કરીને તમે મારી ઉપકાર ઘણેજ કર્યો છે. તેના બદલામાં તમારૂં ગમે તેવું કામ હશે તે પણ તે હું કરીશ, માટે જણાવો ” હેમ પ્રધાને કહ્યું.
“ દેવગિરિ નગરીમાં એક જૈન દહેરાસર થાય એવી મને જગ્યા અ. જોકે બ્રાહ્મણોની ઉદ્ધતાઈપણાથી એ કાર્ય થવું મહા-દુષ્કર છે તો પણ તમારાથી બની શકે, એવી આશા છે, ”પેથડકુમારે જણાવ્યું