________________
આવાગમને જણાવ્યાથી રાજા પણ ચામર, છત્ર, વાદિત્ર વગેરે પેથડકુમારને આપતો હવે, અનેક રીતે નગરને શણગારવામાં આવ્યું,
અનેક પ્રકારે વ્યવહારીયાઓ મહત્સવમાં સામેલ થયા. નગરના વ્યવિહારીયાઓની રસીલી રમણીયે વિવિધ પ્રકારનાં આભૂષણ ધારણ કરતી ધર્મની ઉન્નત્તિનાં ગીતો ગાવા લાગી. આજે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ રહ્યા છે. વાજિંત્રના શબ્દોથી પડયે બેલ પણ સંભળાતે નથી. ઈત્યાદિક અનેક પ્રકારે મહોત્સવને કરતો થકે પેથડકુમાર ગુરૂને નગરમાં પ્રવેશ કરાવતો હ. ગુરૂ મહોત્સવને વિશે બહાર હજાર ના ટકા ખર્ચ કરનાર પિથડકુમાર ગુરૂ પાસે આ વીને તેમની અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગ્યો, હે ભગવાન્ ! સંપૂર્ણ ચંદ્રમાના અમૃતવડે કરીને અથવા તે બાવના ચંદને વિલેપન કરીને તથા શ્રેષ્ટ સુગંધીવાળા કલ્પવૃક્ષના પુષ્પથી પૂજા કરીને જે કદાપિ તમારા ચરણ કમળ મારે મસ્તકે વહન કરૂં, તથાપિ તમારે ઉપકાર હું લેશ પણ વાળી શકું નહિ, કેમકે સમકિત આપનારા પુરૂષોને ઘણું ભવને વિશે સર્વ ગુણ, દાન, સેવા, પ્રમુખ સેંકડો કોડી આપેવે કરીને પણ ઉપકારનો બદલો પાછો નથી વળાતો, જેથી તમારો ઉપકાર ભોગ સંપદા પ્રમુખના યોગે કરીને બીજા ભવમાં પણ વાળવાને હું સમર્થ નહિ થાઉં. ઇત્યાદિક સ્તુતિ કરનારા પિથકુમાર નિરંતર આચાર્યને વાંદવાને આવે છે, અને ધર્મ દેશના સાંભળતાં થકાં વખતો વ્યય કરે છે.
એક દિવસને વિશે એકાન્તમાં હાથ જોડીને મંત્રી આચાર્યને કહેવા લાગ્યા, કે હે સ્વામી ! મેં પરિગ્રહનું જે પ્રમાણ કર્યું છે, તેનાં કરતાં મને પણ ઘણું ધન મળ્યું છે. માટે તમે આજ્ઞા કરે કે હું ધન ક્યા કાર્યમાં ખર્યું કે જેથી મને કલ્યાણકારી થાય. | હે મંત્રી ! લક્ષ્મીરૂપી વાંદરી ગૃહસ્થરૂપી વૃક્ષને વિશે કઈ દિવસ સ્થીર રહેતી નથી. તે આળસુને તો ઘણું દુલભ હોય છે,
વ્યાપારી પુરૂષો પાસે અને રાજ પ્રમુખને આશ્રય દેતી થકી કેટલાક કાળ રહે છે. માટે લક્ષ્મીને દેરાસર, પ્રતિમા તથા સ્વામી છે. સલ્યમાં ખર્ચ કરવો તે પ્રશંસવા લાયક ગણાય છે. કેમકે તે કાચમાં ખરચતાં થકાં જે પુન્ય થાય છે, તે કેવલી ભગવાન જાણે ! વળી કાણ, પાષાણ પ્રમુખ દેરાસરને વિશે જેટલા પરમાણુઓ છે તેટલા લાખ વરસ દેરાસરનો કરાવનારા પુરૂષ દેવલોકમાં સુખ