________________
માટે તે સદા તત્પરજ હોય છે. આજે તુત કાલે બીજે !એમ તે કોઈને છોડશે નહિ, ભલેને પ્રાણી પિતાને અમર જેવા માની અનેક પ્રકારનાં અકાર્ય કરવાને તત્પર થાય પરંતુ તે બધુ ચાર દિવસનું ચાંદરણુજ ગણાય. કેમકે જીંદગી પાણીના પરપોટા સરખી છે, તે અમીરસના કુંપા સરખી છે. તેને ફુટતાં વાર લાગે તેટલી જ વાર તેનો ( કાયાનો ) નાશ થતાં પણ લાગવાની છે. જ્યાં કાનું તેડુ આવ્યું કે એક ક્ષણભર પણ રેડાવાની કોઈની શક્તિ નથી. માટે હે ચેતન ! તું ધર્મનું શરણું કર ! સંસારને નાશવત જાણી શ્રી પંચ પરમેષ્ટી મંત્રનું સ્મરણ કર ! તારૂં ચિત્ત તીર્થકરની ભક્તિને વિશે લગાડ ! અન્ય કોઈ પણ સંસારીક રાગષના બંધનમાં તારૂ ચિત્ત જતુ હોય તો તેનું તું નિવારણ કર ! પ્રાણીને અલ્પ સમયમાં ઈચ્છિતને આપનાર એવા ચિંતામણિ સરખા પાર્શ્વનાથનું તું ધ્યાન ધરી લે, જગતના માયા પ્રપંચ અને છળ ભેદોથી તું વિક્ત થા ! કેમકે તેને નરકાદિક દુર્ગતિને આપનારા છે, એટલું જ નહિ પણ સઘળું જગત તેની અંદર અંધ સરખુ બની ફસાઈ ગયું છે, કોઈ વિરલે જ તે થકી ઉગરવા પામે છે. તું અત્યારે જે આટલી જાગૃતિ પામ્યો છે તે ફક્ત ચિંતામણું તુલ્ય એવા પાર્શ્વનાથના ધર્મનો જ ઉપકાર છે. તીર્થકર અને પૂજ્ય ગુરૂની ઉપાસનાથીજ તું ચેતન થયે છે માટે ખરેખર હે ચેતન ! તારી મહા પુપનીજ વિશાની છે, કે તુ સંસારની ખરી સ્થીતિ થકી જાણીતો થયો છે. ઇત્યાદિક વિચારરૂપી ઘટમાળામાં ગોથાં ખાતો અને જગતની વિચિત્ર લીલાની મન સાથે ઘટના કરતો દેદાશાહ પિતાનો અંત સમય નઇક જાણે પોતાના પુત્ર પેથડકુમારને પોતાની નજીક બોલાવ્યો, અને તેને સમજણ આપવા લાગ્યો.
પેથડ ! આ જગતમાં હવે હું થોડા વખત પણ છું. ભાઈ! મારી પાછળ તું તારા બાપનું નામ ડુબાવીશ નહિ. આપણા ધર્મને માટે તું તારું તન, મન અને ધન અર્પણ કરજે. ટુંકમાં એટલું જ કહું છું કે તારા પિતાની કીર્તિને ઝાંખ લાગે તેવું કામ તું કરતો નહિ, પિતાએ ધીમે ધીમે અને અચકાતાં અચકાતાં અંતિમના ઉદ્ગારે બહાર કાઢયા.