________________
તેનાં વચને સાંભળીને સાધુએ તેને રીસ ચડાવવાની ખાતર પિતાની કોણી બતાવી તેના માનનું અપમાન કર્યું. પછી તે સાધુએ ઉપાશ્રય આવીને આચાર્યને તે વાત કહી બતાવી. હવે તે સાધુઓને ભય પમાડવાની ખાતર યોગી ઉપાશ્રયમાં પિતાની વિદ્યાના બળે કરીને ઘણા ઉંદરો વિકૃત હતો. જેથી સાધુઓ ભય પામવા લાગ્યા, પિતાના સાધુઓને ભય પામતા દેખીને આચાર્યું પણ મંત્ર વડે કરીને યોગીને બાંધી મંગાવ્યો, તે પણ રાડ પાડતે છ આચાર્ય પાસે આવ્યો. તેને કોઈ પણ વખત ફરીને અકાર્ય નહિ કરવાની પ્રતિજ્ઞા આપીને આચાર્યે તરતજ મુક્ત કર્યો.
એક સમયે આચાર્ય મહારાજને દુષ્ટ સર્પ કરડવાથી તેનું ઝેર ચડતાં તેમને મુછ આવી. તેથી તેમનું ઝેર ઉતારવાને શ્રી સથે ઘણા ઉપાયો કર્યા, પણ છેવટે ઉપાય રહીત સંધને જાણીને આચાર્ય કહેવા લાગ્યા કે તમે ખેદાયમાન થશો નહિ. પ્રાતઃકાળે અહીં કોઈ પુરૂષ આવશે તેની પાઘડીના આઠમા આંટામાં વિદ્યાપહાર નામની વેલડી બાંધેલી હશે, તે વેલડીને પાણીમાં ઘસીને ડંખને વિશે લગાડજે એટલે સર્વ ઝેર ઉતરી જશે. એવું કહેતાંજ આચાર્ય બેભાન થતા હવા. હવે પ્રભાતે આવેલા પુરૂષ પાસેથી શ્રી સંઘે વેલડી લઇને પાણી સાથે ઘસી ડંખ ઉપર પડી કે તરતજ ઝેર ઉતરી ગયું ને આચાર્ય સાજા થયા, સંસારનું અથીર સ્વરૂપ જાણુને અતિશય વૈરાગ્યમાં લીન થયા થકી તે જૈનશાસનની શોભા વધારતા હવા. અનુક્રમે તે આચાર્ય ફરતા ફરતા આજે વિધાપુર નગરને વિશે આવે લા છે ત્યાં ચાતુર્માસ રહ્યા થકા લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યા. - તે ચાતુર્માસને વિશે આચાર્યે સભામાં પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રાનસાર વ્યવહારીયાની કથા કહી સંભળાવી. તે શ્રેષ્ટીનું પ્રમોદકારી અને નવાઈ ભરેલું કથાનક સાંભળી ઘણું શ્રાવકે ધર્મધ્યાનમાં ઉધમવાળા થયા થકા વિરતિપણુ અંગીકાર કરતા હવા. કેમકે અ૮૫ પણ વિરતિ જેને મોક્ષને માટે થાય છે, વળી કહ્યું છે કે – શુદ્ધ ભાવ થકી પ્રાણી થોડી પણ વિરતિ કરે છે, તે તે પાણીની દેવતાઓ પણ ઇચ્છા કરે છે, કેમકે દેવતા પણ વિરતિપણું ગ્રહણ કરવાને શક્તિવાન નથી. વળી એકેંદ્રિય વગેરે જેવા કલાહાર નથી કરતા, પણ તેમને ઉપવાસનું ફળ થતું નથી, કારણ કે તેઓ અવિકતિ છે. મન, વચન અને કાયાએ કરીને એકેબિયાદિક સંસારી