________________
પરવા નહિ કરતાં મારી દાસીને રોકડે રોકડે બોલ પરખાવી દીધે, અને તારે થાય તે કરી લેજે, આ પ્રત્યાઘાત તેણે ઘણો જ સખત કરેલો છે. તે ખરેખર તેની ઉદ્ધતાઈ નથી, કેમકે વાણીયાના લડકા બડા શયતાન હોય છે. તેઓ પૂર્વાપરનો વિચાર કરનારા એવા ખરેખર ઉસ્તાદ ગુરૂના મુડેલા હોય છે. જે કામ તેઓ કરવા ચાહે છે તેને માટે ભવિષ્યનો પૂરતો વિચાર કરવાને તે બેદરકાર રહેતા નથી. તેઓ હરણીયા સરખા બીકણ હોય છે, તથાપિ કુદરતે તેમનામાં ચાતુર્યતાનો અભૂત ગુણ મુકેલો છે. લોકમાં પણ કહેવત છે કે “ વાણીયા વગર રાવણનું રાજ્ય ગયુ ” ખરેખર એ કહેવત વ્યાજબી છે. વાણીયો કોઈ પણ ઉપાયને અશકય એવી બગડેલી બાજીને પણ પોતાની બુદ્ધિવડે કરીને પલકવારમાં સુધારે છે, ને સુધરેલી બાજી હોય પણ તેને રૂતી વાત ન હોય તે તેને કઈ પણુ કારણ પામીને બગાડી નાખે છે. વાણીયાની જાત કાગડા જેવી ચંચળગતિવાળી હોય છે. દેવતાને પણ ઠગવામાં કુશળ એવા વાણીયો પામર મનુષ્યથી કેમ ઠગાય ? અત્યારે ક્રોધ યુક્ત થએલ હું બનેને સખ્ત શીક્ષા કરવાને તૈયાર છું, પણ મને ખાતરી છે કે તે બચ્ચો ! શિક્ષાને બદલે મારી પાસેથી શિરપાવ લઈને વિદાય થશે “ગતિ જુiાન થયાતિ” તેની આકૃતિ જ તેના ગુ
નું વર્ણન કરી આપે છે અને આ મારા વિચારે કેવા છે તે પલવારમાંજ નક્કી થશે. ઇત્યાદિક વિચારની શ્રેણિમાં પસાર થતો રાજા બોલવા લાગ્યો, કે હે ઝાંઝણુ ? તે શા માટે ઘી ના આપ્યુ ? હું તને સખ્ત શિક્ષા કરીશ.
પ્રકરણ ૧૨ મું. દુઃખમાંથી પ્રગટેલું ભાગ્ય'
उत्साह संपन्न मदीर्घसूत्रं क्रियाविधिज्ञ व्यसने यसक्तम् ।
शूरं कृतज्ञं दढसौहृदंच लक्ष्मीः स्वयं याति निवास हेतोः॥
.