________________
નથી ખાતુ ? આવી ચિંતારૂપી સમુદ્રમાં ડુબેલા પેથડને સુભટ રાજા પાસે લઈ ગયો.
રે વેપારી ? તું દાસીને ઘી કેમ આપતા નથી ! કોધથી રમત થએલા નેત્રવડે રાજાએ તેને દમ ભરાવ્યા.
હે દેવ ? દાસી ઘી લેવા આવી તે વખતે હું દુકાને નહેતા મારો પુત્ર ઝાંઝણ દુકાને બેઠો હતો, તેણે ધી કેમ ન આપ્યું તે હું જાણતા નથી. મંદમંદ સ્વરથી બીતાં બીતાં પેથડે વ્યાજબી કારણ જણાવ્યું.
હે સુભટ! જાઓ ? ઝાંઝણકુમારને દુકાનેથી જલદી લાવી લાવો ? રાજાએ એકદમ સુભટને રેકડીયો હુકમ પરખાવી દીધે.
સુભટો તરતજ ઝાંઝણકુમારને રાજાની સ-મુખ ઉભ કર્યો.
પિતાના પુત્રને ઉભેલો જોઈ પેથડે હૃદયમાં બહુ દુઃખી થયે એક ઘડીવારમાં તેના હદયમાં ઘણું વિચારો આવી ગયા. અરેરે ? મેં આ શું કર્યું? પુત્રને દુકાને ન બેસાડ્યો હોત તો પણ ઠીક થાત, પરતુ દૈવ વિપરીત આવે તે માણસની બુદ્ધિ પણ વિપરીત થાય છે. માણસ વિચાર કરીને કાર્ય કરે છે, તથાપિ જૈવ તેને એ તો ફટકો લગાવે છે કે તે બિચારો હતાશ થઈ પાછળથી પશ્ચાત્તાપના સમુદ્રમાં ઘણાક કાળ સુધી ગોથાં ખાધા કરે છે, માણસ સરખા અતુલનીય શક્તિ ધરાવનાર પ્રાણીની તીક્ષણ બુદ્ધિ પણ દૈવની જુલમીગાર સત્તાનીં આગળ હતાશવાળી થઈ જાય છે. એટલું જ નહિ પણ તે વિનશ્વર બી થઈ જાય છે. અરેરે સોનાનો મુગ કોઈ દિવસ સાંભળ્યો નથી. અને દેખ્યો પણ નથી, તથાપિ સુવર્ણના ચર્મની સીતાને કંચુકી પહેરવાની ઈચ્છા થઈ. તેની ઈચ્છાને આધિન થએલા રામની શું મુગલો મારવાની વિપરીત બુદ્ધિ ન થઈ ? ખરેખર વિષમ કાળમાં માણસોની બુદ્ધિઓ મલીન થાય છે મોટા પુરૂષની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય છે કહ્યું છે કે –
સેરો. “રાવણ તણે કપાળ, અસ્ફોતરાસો બુદ્ધિ વસે; લંકાં ફિટણ કાળ, એકે બુદ્ધિ ન સાંભરી.”