________________
તે પણ મારે તે ગુણકારી જ છે એ પ્રમાણે વિચાર કરીને તે બો લવા લાગ્યો.
હે દાસી ! જા? રાજા સાહેબને ફરમાવજે કે ઘી તે આજે તમારા લાયક નથી, માટે મને પાછી મોકલી છે.
અરે કુંવર ! રાજા બહાદુર ભોજન કરવાને બેઠા છે, તે માટે થોડું ઘણું તો ઘી આપ ? દાસી પિતાના રક્ત ઓષ્ઠને ફરર રરર ફરકાવતી બોલવા લાગી.
હે ભળી ભાટકી? તને એક વખત કહ્યું, તથાપિ વારંવાર બોલવાવડે કરીને પણ આજે તને એક ટીપું માત્ર ધી પણ હું આપવાનો નથી. જા તારાથી જેટલુ થાય તેટલું તું કરી લેજે, અને તારો રાજા પણ શવે તેમ કરે પણ મારે ધી નથી આપવું. કુમારે પિતાની જુવાનીના ઉછળતા વેગથી ચેખ ને ચટ્ટ જેવું દાસીને પરખાવી દીધું.
કુમારના આવા તીક્ષણ જુવાબથી દાસી મલીન મુખવાળી થઇને રાજાની પાસે આવીને તેની પાસે બેઠેલા સામન્તાદિકના સાંબળતાં થકાં કુમારનો રેકડી જુવાબ રાજ સાહેબને તરતજ પરખાવી દીધેકુમારનો રોકડી પરખાવેલ જુવાબ દાસીના મુખથી સાંભળી રાજા રોષાયમાન થયો થકો ભોજન કરીને તુરતાતુરત લુણીયો ! વાણીયો કે જેનું નામ પડે છે તેને બોલાવવાનો એકદમ સુભટને હુકમ આપતો હો. રાજાના સુભટોએ પેથડને ઘેર જઈ તેને રાજાનો હુકમ પરખાવી દીધો.
પધારો સાહેબ ? રાજા સાહેબ આપને એકદમ જ્યાં બેઠા છે ત્યાંથી ઉઠીને આવવાને લાવે છે.
સુભોને હુકમ સાંભળીને પેથડ ભયભીત થયે થકો સુભતેની સાથે રાજાની પાસે આવવાને પગલાં માપવા લાગ્યો. ભયથી વિહવળ થએલા હદયમાં અને પ્રકારની વિચાર સંકલના ચાલવા લાગી. અરે ? દૈવ આ વળી ક્યાં પીઠા જાગી ? અકારણે રાજાને કપ કેમ થ ! માણસ જાતિને ક્યારે પણ સુખ નથી. મહાકષ્ટથી સંચય કરેલું દ્રવ્ય આ રાજા હવે જરૂર પડાવી લેશે, કેમકે તેને પણ પૂછનાર છે. અરેરે ? કીડીનું સંચય કરેલું ધન શું તેતર પક્ષી