________________
૬૨
હાય છે કે તેની ઉપર રહેલા વાસણમાંથી ધી રાત્રી દિવસ કાઢયાજ કરા, તાપણ તેમાંથી લેશ માત્ર પણ ઓછુ થતું નથી. મહાન્ ભાગ્યવત પ્રાણીનેજ ચિત્રાવેલીની પ્રાપ્તિ થાય છે. અને આજે તે મારે ઘેર બેઠે આવી ચડી છે,માટે તેને સત્કાર કરવા જોઇએ; કોઇ દિવસ નહિ આવનારી આ ભરવાડણને વેજ મારી દુકાને માકલી છે. વળી એની ઉપર રહ્યું થક ધી કોઇ પણ કાળે બગાડપણાને પણ પામતું નથી. તેમજ ઉલટુ સુગંધમય રહે છે. આહ ! જગતમાં ચિત્રાવેલીના પ્રભાવ ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષના જેવાજ છે. વગેરે લક્ષણાથી ચિત્રાવેલીને ઓળખવાથી ભરવાડણને દ્રષ્ય આપીને ચિત્રા વેલીની ઉઢાણી સહીત ધડા લેઇ લીધા. હવે તે ધડામાં અક્ષય અને સુગંધમય ધી થતુ હવું. જ્યાં જ્યાં તે ો જવા લાગ્યુ, તે લોકાને તે ધી વગર લેશ પણ ચાલતુ નહિ. ધીરે ધીરે તેના સુગ ધીમય ધીની પ્રખ્યાતિ વૃદ્ધિ પામવા લાગી. તેની સાથે તેને ભાગ્યદેવી પણ પલટાવા લાગ્યાં, તેમના અવળા પાશા હવે ક્રવા લાગ્યા, ચિરકાળ પન્ત રૂટ થએલાં મહાદેવી હવે આસ્તે આસ્તે મહેરબાનીની ઝાંખી ઝાંખ દેખાડવા લાગ્યાં.
માંડવગઢના નામદાર મહારાણા જયસિંહદેવ નિરંતર ભેાજન કરવાને સમયે તે વાણીયાની દુકાનેથી ધી લેવાને હમેશાં દાસીને માલે છે. કેમકે રાજા તે ધી ઉપર અત્યંત રીઢા થઇ ગયેા છે. તેથી તે ધી વગર તેને ભેાજન જરા પણ ભાવતું નથી જ્યારે તે લુણીયા વાણીયાનું ધી આવે છે, ત્યારેજ તેને સંતાષ થાય છે, એમ કરતાં થકાં કેટલાક કાળ વહી ગયા.
એક વખત પેાતાના પુત્રને દુકાને બેસાડીને લુણીયા વાણીયા ભાજન કરવાને ઘેર ગયા. તે કુમાર દુકાને બેઠેલા છે. તેવા સમયમાં રાજાની દાસી રાજાને માટે ધી લેવાને આવી. તે દાસી કુમાર પાસે શ્રી માગતી હવી. તેવારે ચતુર પુરૂષામાં અગ્રણી એવા બુદ્ધિવ ત કુમાર વિચાર કરવા લાગ્યા. કે અરે ? આ રાજા કેવા છે, કે દરરોજ વેચાતું ધી લઇ જઇને તેનું ભાજન કરે છે, તે રીવાજ ખરેખર ૫સંદ કરવા લાયક નથી. માટે તે રીવાજને! મારે સત્વર નાશ કરવા જોઇએ, તેમ કરવાને માટે આ દાસીને આજે પાછી કાઢવા દો. તેને ધી આપવું નથી, ભલે ! રાજા રાષાયમાન થાઓ કે તુષ્ટમાન થા