________________
કરતાં પ્રથમથી જ અગમચેતી બુદ્ધિ વાપરી કોઈ પણ કાર્ય કરવું તે સારું છે. વળી હે રાજન ! રાજ્યમાં શું ચાલે છે? તેની તમને કંઈપણ ખબર નથી, તમારા પ્રધાનો કપટી છે, જે રાજ્યમાં દુષ્ટ અધિકારી પુરૂષો છે તે રાજાને અને રૈયતને ધન હોઈ શકે જ નહિ; એ વાસ્તવિક રીતે સત્ય વાત છે. હે રાજન ! જે પ્રધાન રાજાને હિત કાર્ય કરવા દે અને અહિત થકી નિષેધ કરે. વળી રાજાના અર્થને તત્કાળ સિદ્ધ કરનારો હોય. તે જ પ્રધાન સર્વ અધિકારી મંડળમાં અગ્રેસર જાણો. કહ્યું છે કે કેટલાક મંત્રીઓ પ્રતિબિંબની સરખા હોય છે, તે કેટલાક અંકુશના સરખા હોય છે, કેટલાક આરીસાના જેવા હોય છે અને કેટલાક દીપકની ઉપમા સરખા હોય છે. વળી હે. રાજ! તમારા પ્રસાદથી બીજુ ઘી છે તેમાં કોઈ પણ જાતની ન્યુ-૨તા નથી, માટે જો આપની આજ્ઞા હોય તો તે આજ્ઞા ઉલ્લંધન કરવાને કોઈ સમર્થ નથી. બાળકથી પણ હિતને ગ્રહણ કરવું. એવું જાણનાર આપને હિત લાગે તેમ કરો ! આપ તેને માટે મુખત્યાર છે. એમ જાંગુલી વિદ્યાના જેવી વાણું ઝાંઝણકુમારે રાજાને સંભળાવી દીધી.
ઝાંઝણ કુમારની યુક્તિ યુક્ત વાણી સાંભળી જેને ક્રોધ સમી ગયો એવો રાજા ચિંતવવા લાગ્યો, આહ! મેં પ્રથમજ ધાર્યું'તું કે આ કુમાર મહાબુદ્ધિવંત છે. અને ભવિયમાં પણ તે મહાન બુદ્ધિવંત નિવડશે. એવાં અત્યારથી જ તેનાં લક્ષણ જણાય છે. આ કુમાર બાળક છે તે પણ તે મોટા પુ ષોના જેવું ગંભિર્યપણું ધારણ કરે છે, માટે આ ઝાંઝણકુમાર તેના પિતાની સાથે મારે પ્રધાનપદને યોગ્ય છે, એવું વિચારી તરતજ મહા મુલ્યવાળાં વસ્ત્ર આપીને આજથી તેમને સર્વ મુંદ્રાના અધિકારી કર્યો. સોનાની મુદ્રિકાએ સહીત જેની અંગુલીધો છે તથા કોકનદ સોનાનાં કડાં હાથને વિશે ધારણ કર્યો છે, એવા તે બન્નેની સુંદર મુર્તિ જાણે લક્ષ્મીને જ આશ્રયીને હેય. તેમ શોભતા એવા તેમને વિસર્જન કર્યા. હવે અનુક્રમે તે જીન શાસનરૂપી આકાશને વિશે અલ્પકાંતિ વાળા એવા શ્રાવકને તારવા વાળા અને દેવીરૂપી અંધકારને હરણ કરવાવાળા થયા, કેમકે જીનદેવ તેમજ જનશાસનની ભક્તિ કરનાર રાજા, મંત્રી, શ્રાવક બળવંત, સાહસિક એવા આચાર્ય એ પાંચ જણ જૈનધર્મને ઉઘાત કરમારા જાણવા, હવે સુખે સમાધે પ્રધાનનું ખર્ચ ચાલે તે માટે રાજા