________________
૭૨
એમ અનેક પ્રકારે રાજા પેથડકુમારનાં વખાણ કરવા લાગ્યો. નગરના વ્યવહારીયાઓ પણ પેથડકુમારની ઋદ્ધિ સિદ્ધિનાં વખાણ કરવા લાગ્યા. દેશ પરદેશ કીર્તિએ ધીરે ધીરે ભટકવા માંડયું. પેથડકુમારની પ્રખ્યાતિ ધીરે ધીરે વૃદ્ધિગત થતી ગઇ. તેના હૃદયમાં અનેક પ્રકારનાં વિચિત્ર આંદેલનો પસાર થવા લાગ્યાં. વિચારના તરંગે એક સામટી રીતે અનેક પ્રકારે ઉપરાઉપરી આવવા લાગ્યા. આહા ! કુદરત ! કુદરત ! તું જળ હોય ત્યાં સ્થળ કરે છે અને સ્થળને સ્થાનકે જળ જળ કરી નાંખે છે ! ગરીબને શ્રીમન્તના અધિકાર ઉપર પણ લઈ જનાર તું જ છે અને રાજાને રખડતો ભિખારી કરનાર પણ તું જ છે. ગમે તેમ કરીને પણ તું માણસને માથે દશકો દુઃખ તે નાંખેજ છે, માણસને સુખ પણું તું જ આપે છે. અને દુખ આપનાર પણ તું જ છે. તારી અકળ કળાને પાર અથાગ શક્તિનો ધારણ કરનાર મનુષ્ય પણ પામી શકે નહિ ? માણસને માથે જે અવાર નવાર સંયોગો પસાર થયા કરે છે, તે તારો જ મહિમા ગણું શકાય. માણસ જેને કોઈ દિવસ પણ ચિંતવતો નથી એવાં આપત્તિનાં કાળાં વાદળાંને કુદરતજ ઘસડી ને ખેંચી લાવે છે, કુદરતની કળા એવી તો અકળ હોય છે કે તેની અદ્દભુત કળાથી પળવારમાં કંઈનું કંઈ બની જાય છે. અણચિંતવ્યું થયુ પણ કુદરતના યોગે કરીને બની જાય છે. જેવી રીતે માણસો તેના ભોગ થઈ પડે છે તેવી જ રીતે તેને ઉદાર પણ કુદરતજ કરે છે. જગતમાં એવી રીતે અવાર નવાર બનાવો કુદરતેજ બન્યા કરે છે. માનવ પ્રાણી તે બિચારું તેને આધિન રહેનારું એક મૃગલા સરખુ જય છે. ઇત્યાદિક અનેક પ્રકારના તરંગમાં લીન થયેલ પેથડકુમાર સંસારનાં સુખોને ભોગવતે દિવસો ઉપર દિવસે વ્યતિત કરતે હ.