________________
૭ર
ઉદાર હોય છે ત્યારે કોઈનો સ્વભાવ લક્ષ્મીની વિપુલતા છતાં પણ સંકચિત હોય છે. એ જગતની વિચિત્રતાજ છે. જોકે સંચિત સ્વભાવનું માનવ પ્રાણીને પ્રથમ યથાર્થ ભાન થતું નથી, પરંતુ પાછળથી જ્યારે નુકશાન થાય છે ત્યારે તેની આંખથી અંધકારના પડદા ખુલી જાય છે. અને પાછળથી તે પસ્તાય છે. ઉદાર દીલના મનુષ્યો કવ ચિત જગતમાં ઉડાઉપણે પણ ખપી જાય છે. માટે એજ વધારે સારું છે કે પ્રાણી માત્રને વસ્તુ સ્થીતિ વિચારી યોગ્ય રસ્તે ચાલવુ. મહારાણા જયસિંહદેવ એક વખત સ્નાત્ર મંડપમાં સ્નાન કરવાને બેઠેલા છે. પિતાના સેવકો શરીરે તેલનું મર્દન કરી રહ્યા છે. એટલામાં રાજાના શરીરથી તેલનું ટીપું જમીન ઉપર પડયું તે રાજાએ આંગળીથી લુઈ લઈને પોતાના પગે ઘસ્યું. આહ ! કેવી નવાઈની વાત ? લાખોના શિરપાવ કરનારો રાજા તેલના છાંટાનો આજે લોભી થયો. આ દેખાવ અને કન્યકુબજ (ક ) દેશથી આવેલા પ્રધાને ખેદાયમાન થયા. અરેરે ? અમારા રાજાની પુત્રી કમલમુખી એવી લીલાવતી કન્યાને તો આ રાજા માટે કેટલો બધે લોભ છે? અરરા તેને તે આવા કૃપણ રાજાને જ પરણવાની રઢ લાગી છે. વળી તેણીના પિતાએ (કોજના રાજાએ) અનુમતિ આપીને અહી: કન્યાને પરણાવવા મોકલી છે. પણ શું કરીએ? કયાં અમારી ઉદાર દીલવાળી કન્યા લીલાવતી! અને ક્યાં આ કૃપણ રાજા ! તેની સાથે અમારી કન્યાનો સંબંધ કેમ થશે માટે અમે તે કન્યાને પાછી લઈ જઈશું. ને આ વાત રાજાને નિવેદન કરીશું. કેમકે સાકર અને કાંકરે ક્યારે પણ સરખાં થાય ખરાં કે? કલ્પવેલી અને કેડે કઈ દિવસ સરખામણી કરી શકે ખરાં કે ? હંસી અને કાગડાનું કોઈ દીવસ જુગતે જેડુ મળી શકે ખરૂં કે ? અરે ક્યારે પણ નહિ ? માટે રાજાની રજા લઈને હવે અમે અમારે દેશ જઈશું. આવી રીતે ગમનશીલ સ્વભાવવાળા પ્રધાનોને રાજાએ જાણીને તેનું કારણ તેલનું બિંદુજ હોવું જોઈએ, તેમ તે કલ્પના કરવા લાગ્યો. એટલામાં તેને એક વિચાર સુજી આવ્યું, એટલે પ્રધાનને બોલાવી કહેવા લાપો? હે પેથડકુમાર ! આજે રાત્રીએ સ્વપ્નાને વિશે મેં ખરજથી જર્જરી ભૂત થએલા ઘડાઓને ઘીનું સ્નાન કરાવવાથી સારા થ. એલા દીહા, એ સ્વપ્નાનું શું ફળ થશે ?
ઘોડાના શરીરને વિશે ખરજતો હોય છે માટે તે ઉપાય કરે જોઇએ, આદિત્યવારને દિવસે સાત ઘોડાઓને ધી વડે નવરાવો.