________________
ત્યારે લોકો અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યા કે આ લેટાથી રાજ તરવાર પ્રમુખ હથીયાર ઘડાવશે, હવે અહીં પણ સાત આઠ દિવસ જાગરણ કરીને આષધીયોના રસથી પેથડકુમાર સોનું કરતે હો, તેવારે ઊંટડી ઉપર ભરાવી તેનું અશ્વપાળની એકી સાથે પોતાના દેશ તરફ રવાને કરીને પેથડકુમાર આદેશ્વર ભગવાનના દેરાસરમાં ગયે, તો વિચાર કરવા લાગ્યો કે અરે ! સોનાના મીશે કરીને છકાય જીવોની ઘાત કરનારા અને ધિકાર છે. હા !! તે સુણનો ત્યાગ કરવામાં અસમર્થ અને સાવધ કાર્યમાં ઉદ્યમવંત એવા મને નરકમાં પણ ઠેકાણું નહિ મળે, શ્રાવકને સવા વણા ધર્મ તે કહ્યું છે પણ આવી રીતનું કર્મ કરવાવાળા એવા મને સવાવશા ધર્મ તે કયાંથી હોય! જે થનાર હશે તે થશે, પણ મારૂ સર્વ સોનું હું તો તને વિશે અને ગરીબના ઉદ્ધારને માટે ખરચીશ, ઇત્યાદિક વિચાર કરતા અને પાપથી ભય પામેલા પેથડકુમાર ઘેર આવી પાપથી ઉપાર્જન કરેલું સોનુ ગરીબોને દાનમાં આપતો હો, - નીતિ રિદ્ધિ ગતિ આપનારું એવું ધન ઉપાર્જન કરવા લાગ્યો, તેમજ તે માંડવગઢના ગુપ્ત આવાસમાં પિતાનું સુવર્ણ સ્થાપન કરતો હતો. આહ! “ ભાગ્યશાળીને ભૂત રળે ” એ કહેવત કાંઈ ખેતી નથી. જ્યારે લક્ષ્મીદેવીની મહેર અથવા તે રહેમ નજર થાય છે ત્યારે ચોતરફથી સહેલાઈ વડે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે જ્યારે ભાગ્યદેવી પામર માનવીને નજરમાં (દાઢમાં) ઘાલે છે. ત્યારે તે વખતે તે રૂપવાન કે ગુણવાન અથવા તે વિદ્યાવાન એ કાંઈ પણ તે સાહ્યબા જોતાં નથી, તે વખતે તે કાળે હોય યા કુબડા હોય અગર તે ગમે તેવો હોય પરંતુ અંધ સરખાં બની તેમને વરી બેસે છે. આહ ! કેવી તેમની ચતુરાઈ ! જગતની કેવી વિચિત્રતા ! લક્ષ્મીબાઈના માનમાં મરડાયેલાં પ્રાણી સહેલાઈથી મોટાઈ મેળવી જાય છે. જગતમાં માનવંતાનો ઇલકાબ તેઓ ધારણ કરે છે, અને પિતામાં ગમે તેવી ભયંકર પિલો હોવા છતાં જગતમાં તેમનો આડંબર કોઈ જુદીજ પ્રકાર હોય છે, વળી તેમના ભયંકર કર્તવ્ય છતાં ગુણવાનમાં તેમની તુલના થાય છે. કહ્યું છે કે “ TMાર ના
થયો ” જગતમાં સર્વ ગુણ કંચનને જ આશ્રયીને રહેલા છે. જગતમાં પૈસા વગર માણસ કાંઇ પણ કરવાને જોઈએ તેવો લાયક ગણી શકાતો નથી. કેમકે સંસારના વ્યવહારમાં માણસને