________________
ગામ પ્રત્યે એકેક રૂપી દરેક વરસે આપતે હવા. આજથી માર્ગ પ્રમુખને વિશે ચાલતાં થકાં પણ ઘણું જણ જેને પગે લાગે છે. તેમજ જ્યાં ત્યાં સન્માનપણું પણ તેઓ પામ્યા, તે માટે પિતાની વચન કળા કયાંઈ પણ મિથ્યા થતી નથી, કેમકે વપુ, વચન, વસ્ત્ર, વિધા અને વૈભવએ પાંચ પકારવડે માણસ જ્યાં ત્યાં મોટાઈપણું પામે છે ? માટે ઘણા મહિમાનું ઘર વાણી જ છે. જેમ ન્યાય લક્ષ્મીને આપનાર છે. સેનાના પિંજરમાં નિવાસ કરનારો પિટ સારી એવી વાણીને પામે છે. લક્ષ્મીને ઘેર રહેલે હાથી વાહનપણું પામે છે, તેવી રીતે નવીન આવસ સ્થાનમાં રહેનારા મંત્રી પેથડકુમાર મેટાઈપણને પામતા હવા. અપાર એવી વ્યાપારીક કળામાં બુદ્ધિવંત એવા પેથડકુમાર બીજા લેકે વડે સેવાયા થકા ઘણું લેકોને કર રહીત કરતા હતા. અને પિતે પણ કર, રહીત થયા. કેમકે જે માણસ પોતે પિતાનું ભલુ કરે છે તે પારકાનું પણ ભલુ કરવામાં ફત્તેહમંદ નિવડે છે. એ સૃષ્ટિનો સામાન્ય નિયમ છે. વળી પાણી વડે કરીને સમુદ્ર જેમ મેઘને અધિકારી કરે છે, તેમ ધનવાળા સર્વ અધિકારમાં રાજા તેને મુખ્ય અધિકારી કરતે હવો. તે પછી નજીકના બીજા મમ્મત રાજાઓને તે પથદકુમાર પોતાની બુદ્ધિવડે કરીને વશ કરતા હવા. કેમકે બુદ્ધિવાન મનુષ્પો અમોઘ કાર્યને પણ સિદ્ધ કરી શકે છે. મેટા મોટા હાથીઓ પણ શું બુદ્ધિથી વશ નથી કરાતા ? મૃગે પણ બુદ્ધિથી શું પંજામાં નથી સપડાતા ? અરે ! અભયકુમારે ચંદ્રપ્રદ્યોતનને શું બુદ્ધિથી નથી જી. ત્યો! વળી ચદ્રપ્રદ્યોતનને એક મૃગાવતી સ્ત્રીએ બુદ્ધિવડે કરીને શું નથી છો? ડામર નામના મંત્રીએ જ રાજાને શું બુદ્ધિવડે નથી વશ કર્યો ? આ બધે બુદ્ધિને જ પ્રભાવ જાણવો. એમ કરતાં કેટલાક કાળ ગયે થકે પથડકુમાર ઘણા આડંબર પૂર્વક દિલ્હીના રહેવાસી ભીમ નામના મોટા વ્યવહારીયાની પુત્રી સાભાગ્યદેવીની સાથે ઝાંઝણ કુમારને પરણાવતા હવા, તેની સંગાથે નિર્મળ સ્નેહથી વિષય સુખનો અનુભવ કરતાં કેટલાક કાળ ચાલ્યો ગયો.
સૂર્યનાં કિરણે જગતમાં વિકસ્વર થયેલાં છે. લગભગ દશ વાચાને સુમાર થયો છે. આજનો દિવસ સર્વને રળીયામણે છે, કોઈના કેવા વિચારો હોય છે ત્યારે કોઈ કેવાએ વિચારમાં ગુંથાયેલા છે, માનવ પ્રકૃતિના ભિન્ન ભિન્ન વિચારો ખરેખર કોઈને લાભ કરનારા તે કોઈ વખતે કોઈને નુકશાન કરનારા બી થઈ પડે છે, કોઈને સ્વભાવ