________________
૭૬
રાજા પણ તેને જુદી જુદી કરીને જેતે હવે, અને પેથડકુમારે સત્ય હકીકત જણાવી તેને માટે તે મસ્તક ધુણાવવા લાગ્યા, કેમકે દ્રવ્ય પંદા કરવાને માર્ગ વાણી બતાવે નહિ. પિતાને લાભ કેટલો થયો છે તે પણ કહે નહિ. અને પોતાની પાસે કેટલું ધન છે, તથા નાશ કેટલું પામ્યું છે એ વાત વાણીયા સાચી કહેતા નથી. સત્ય વાણી બેલવી તે એક જાતની વશીકરણ વિધા છે. પાણી વગર અગ્નિ પ્રમુખને શિતળતાનું તે કારણ છે. જેમ ચમકપાષાણ લેહને ગ્રહણ કરે તેમ પેથડકુમાર રાજાના મનના આશયને જાણતો હ. કેમકે
उदीरितोऽर्थः पशुनापि गृह्यते ।
हयाश्च नागाश्च वहन्ति देशिताः ।। अनुक्ता प्हति पण्डितो जनः ।
परेखित जानकला हि बुद्वयः ॥ १ ॥ ભાવાર્થ-કેહેલે અર્થ તો તિયેચ સરખા પણ ગ્રહણ કરે છે. પ્રેરણા કર્યા છતા હાથી ઘોડા પણ ચાલે છે. ત્યારે પંડિત પુરૂષ વાત કર્યા વગર પણ સામા માણસની ચેષ્ટા વડે કરીને જાણી જાય છે. કેમકે પારકાની ચેષ્ટા ઉપરથી ખરૂ સ્વરૂપ જાણવું તેજ જ્ઞાનનું ફળ છે,
હે રાજન ! “આ ચિત્રાવેલી આપના ભંડારમાં રાખો” એમ કહી પ્રધાન રાજાને ચિત્રાવેલી આપતા હવા.
પિથડકુમાર મનમાં અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યા, કે મેટા પુરૂષો માગે ત્યારે આપવું એના કરતાં અણુમાગે આપવું તે સારું છે ! કેમકે જેને અરિહંતને ધર્મ છે તો તેને સંપદાનું શું પ્રયોજન છે ? પરમાર્થના જાણ એવા સજન પુરષ લક્ષ્મી ગયે થકે પણ ખેદાયમાન થતા નથી. ઈત્યાદિ વિચારતા પેથડકુમારને મનોહર એવાં હીરાગર પાંચ વસ્ત્ર તથા દશ મહામુલ્યવાળી વીટીયો વગેરે પારિતોષિક (ભેટ ) આપીને રાજા તેને ઘેર વિસર્જન કરતા હો.
એક સમયે ચિત્રાવેલીની પરિક્ષા કરવાને રાજા નદી તરફ ગયો, ત્યાં જઈને ચિત્રાવેલીને એક છોડ તેણે પાણીમાં મુ, તેની સાથે જ