________________
લેક પાણી વડે કરીને લીલો કલાર જેવો થયે થકો કેવો રળીયામણે દેખાઈ રહ્યો છે ! આજે વર્ષાઋતુના દિવસો હેવાથી સૂર્ય કવચિત જ નજરે પડે છે. એટલું જ નહિ પણ જ્યારે ત્યારે ગાજવીજ વિજળીના ચમકારા અને મેઘરાજાના ધડાકાની ગર્જનાઓ પ્રાણીઓનાં હૃદય ચમકાવી નાખે છે. અત્યારે વરસાદ ટમ ટમ અને ધીમે ધીમે વરસ્યા કરે છે, શિતળ વાયુની લહરી મુસાફરોને પરિ શ્રમને દૂર કરી ચિત્તને પ્રસન્ન કરે છે, આહ! શું રળીયામણે દેખાવ ! જગત અત્યારે કેવું શાંત દેખાય છે. અત્યારના જળપ્રવાહ વડે કરીને આર્દ થએલો સુંદર દેખાવ મારા દુખિત હદયને પણ શાંત બનાવી આનંદના હીંડોળામાં ફુલરાવે છે. જગતના પ્રત્યાઘાતથી આળુ થએલ મારું જીગર ખરેખર અત્યારે બે ઘડી દુઃખને વિ. સરી ગયું છે, ટમ ટમ વરસાદના વરસવાથી મારાં શટ તુટી એવાં લુગડાં પણ પલટી ગયાં છે. વારંવાર પાણીના ડાળવા વડે કરીને પગ પણ શ્રમિત થઈ ગયા છે, જળ પ્રવાહના ઠંડકપણુથી સર્વ શરીર ઠંડુ થઈ ગયું છે, શિતળ વાયુની આનંદજનક લહેરી થો અમથી ઉત્પન્ન થએલા શેકનું નિવારણ કરે છે, એવા વિચારનાં આંદોલનમાં અથડાતા એક મુસાફર પિતાને નગર પ્રત્યે ચાલ્યા જાય છે. નગર સમીપે આવતાં રસ્તામાં સંધ્યા સમયે કેટલાંક બાળક ક્રીડા કરતાં તેણે દેખ્યાં. આહ! આવા સમયમાં પણ આ બાળકો કેવા આનંદથી કીડા કરે છે,” ઇયાદિક વિચારીને મુસાફર બાળકોને પૂછવા લાગે.
અરે ! બાળકે? “તમે છે? અત્યારે આવા વિષમ સમમ સમયમાં તમે શું કરો છે.”
હે પથિક! “અમે ભાગ્ય વિનાના એક જાતના ગરીબ મનુએ છીયે અને આ નગરીમાં રહેવાવાળા કામ નામના શ્રેષ્ઠીના અમે કાર્ય કરનારા છીએ. દુઃખને દુર કરવાને અત્યારે અમે ફરીયે છીયે.” પેલા બાળકેએ જુવાબ આપે.
અરે ભાઈઓ, “મારૂ કોઈ ગ્રાહક છે.” મુસાફર બે.
હા! જાઓ? “હમણાં માળવામાં તમારા ગ્રાહક થશે,” તેઓએ જણાવ્યું.