________________
૫૮
સાથે દેષ કરનારને આયુષ્ય ન હોય, નીતિને હેપ કરનારને લક્ષ્મી ન હેય અને ધર્મને દ્વેષ કરનારને એ ત્રણે બાબત હોતી નથી.
હે પુરૂષ ! “તારી ચતુરાઈને ધિક્કાર છે, કે હાથમાં ચિંતામણી આવેલું છે તેને તું પાષાણુ સરખુ માને છે. આ શકુન અંગીકાર કરીને તે નગરમાં જલદી પ્રવેશ કર ? જેથી તું આ માળવદેશની પ્રજાને સ્વામી અને છત્ર ધરાવનારો થઈશ. કેમકે આ દેવચકલી પિતાના પગ તળે કાળરૂપ સપને દબાવીને માઠી ચેષ્ટાવડે કરીને નાચે છે. તે રાજ્યલક્ષ્મીને આપનારી છે. જો કે સ્થાન વિશેષ કરીને તે ખરાબ છે તથાપિ તે ઘણાજ લાભને કરનારી છે, કેમકે કાળથી, દિશાથી, અને સ્થાન વિશેષ થકી તેમજ ચેષ્ટાના પ્રકારથી ભેદ પામીને પંખીઓના શબ્દો પણ શુભ અને અશુભ એમ બન્ને પ્રકારના હોય છે. આવી રીતના શકુનનું અપમાન કરીને થોડીવાર તું નવા શકુન માટે ઉભો રહ્યો, તેથી આ શકુનરાજ તને સંપૂર્ણ ફળદાયક નહિ થાય જેટલું ફળ થશે તે સાંભળી લે; સમગ્ર માનવદેશના સ્વામી સરખો અને ક્રોડે ગમે ધનને ભાલેક એવો તું પ્રખ્યાત અને પૂજનીક થઇશ, તારી આગળ માળવને રાજા પ્રતિબિંબ જેવો રહેશે.” એ પ્રમાણે તે પંડિત મુસાફર હસતો થો જણાવતે હો.
પૂર્વોક્ત સ્વરૂપ સાંભળો થકે પેથડકુમાર ખેદ કરવા લાગ્યો, આહા ! “મેં કેટલી ભૂલ કરી. અરેરે ! આવી અજ્ઞાન અવસ્થાને ધિક્કાર છે. દુખે કરીને પામવા લાયક એવી રાજ્યલક્ષ્મી તેને માટે આ દુષ્ટ અજ્ઞાનપણું શત્રુરૂપ થયું. હા ! આના કરતાં મરણ પામવું તે હજાર દરજે સારું છે, પણ અજ્ઞાનપણું લેશ પણ પ્રશંસવા લાયક નથી. જીવનની કાર્કીદીમાં શાસ્ત્રનું જાણપણું ઘણું જ ઉત્તમ છે. અરેરે ! મને જે તે દુર્લભ એવી રાજયલક્ષ્મી મલશે તો સમસ્ત પૃથ્વી મંડળને જીન પ્રાસાદથી વિભૂષિત કરીશ. વળી હજુ પણ કશું બગાડયું નથી, આ પુરૂષનું બોલેલું વચન કદાચ સફળ થશે, તે હું મારી ઈચ્છાને પૂર્ણ કરીશ. પણ તેનું વચન સત્યજ થવાનું છે. કેમકે કાન વિંધાવે છે કુંડળ પહેરે છે. ખરાબ લગડાંને પહેરનારી કન્યા અલંકાર પામે છે, તાવ વાસ પ્રમુખ પીડાથી દુઃખી થતો પ્રાણું પણ કઈ વખત નિરોગી થાય છે. તેમ દુઃખીને