________________
દુઃખ થકી ઉદ્ધાર કરવાને શકુન દીપક સમાન છે, હું પણ દુઃખી છું. ધન રહીત થયોલો છું. માટે મને ધન મળશે તો મારી સર્વ આશાઓ પરિપૂર્ણ થશે. એ પ્રમાણે વિચારતે થકો શકુન બતાવનાર ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરતા થકે કપટ રહીતપણે - પિથડ રોપારી પ્રમુખે કરી તેને સત્કાર કરતો હો. પછી તે પેથડ વિસ્તારવંત એવા નગરને વિશે પ્રવેશ કરતાં થકાં અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યો. આહ ! “લક્ષ્મી વગર જગતમાં કાંઈ પણ કાર્ય બની શકતું નથી, માણસની કીમત લક્ષ્મીવડે કરીને જ થાય છે. જગતમાં માણસને લક્ષ્મી ઉપર એટલી પ્રીતિ હોય છે કે તેને મેળવવાને તે અનેક પ્રકારના કાવા દાવા કરે છે. આહ ! જગતની કેવી વિચિત્ર સ્થીતિ છે
“બેદાર ભરા કલમે દેરી મત કરના
દૈલત કે લીયે આદમી કયા કયા નહી કરતા” સામાન્ય રીતે દરેક મનુષ્યને લક્ષ્મીદેવી ઉપર પ્યાર હેય એ સાધારણ નિયમ છે, પરંતુ લક્ષ્મીદેવી એવાં તે ચપળા છે, કે તે દરેકને ચપટીમાં રમાડે છે. એકને ઠગીને ધોળે દહાડે બીજાને ઘેર જતાં લગાર પણ શરમાતાં નથી. જે કદાચ નિમિતીએ કહ્યું તે પ્રમાણે થાય તે તેની લેશમાત્ર પણ પરવા નહિ કરતાં હું મારા વહાલા પિતાની કીર્તિને વધારે ભિતી બનાવીશ. અને સમસ્ત દ્રવ્યવડે કરીને જગતનું પિષણ કરીશ. હવે આ ફાની દુનિયામાં જે મહામૂઢ હોય તે જ તમારી ઉપર રક્ત થઈ તમને સાચવી રાખશે. અને તે પિતાના વિચારમાં બિચાર ઠગાય છે એમ મને સમજાશે. મારી પિતાની ઈચ્છા તમને ઘણી સાચવવાની હતી, પરંતુ તમે મુને કેવી રીતે દગો દઈને ચાલ્યાં ગયાં કે મને તો તેની માલૂમ -શુદ્ધાં પણ પડી નહિ, માટે મુખ હોય તેજ હવે તમારી ઉપર મમત્વ ભાવ રાખે. સમજુ જેને તે તમારા સ્વભાવને સારી રીતે જાણે છે, અને હું મારા અનુભવથી જ તમને ઓળખી ગયે છું. કે તમે ધુતારામાં અગ્રણી પદ ભોગવનારાં છે. તમે જે નરને હથેલીમ રમાડે છે. તેને જ ઊચે ચડાવીને પલકવારમાં નીચે નાંખી ઘો છે, હું જાણું છું કે તમારી આકૃતિ જોઈને માણસ ગાંડુ ઘેલુ થઈ જાય છે. તમારો મોહ માણસને એટલો તે બહાવરે બનાવે