________________
પ૪
સ્વામી ! “પાંચ લાખ લખતાં પણ મને આવડતું નથી, તે પછી પાંચ લાખ હું ઉપાર્જન કરવા હું કેમ સમર્થ થઈશ.”
હે ભદ્ર ! તું દુઃખી થઈશ નહિ, આ લેકે તે અજ્ઞાની છે, લક્ષ્મી કાંઈ કમાઈ થકી આવતી નથી. તે અણધારી આવે છે. લક્ષ્મી ક્ષણમાં પમરને રાજા કરે છે. અને રાજાને રંક બનાવી દે છે. માટે તેને ગર્વ નીચ હદયના પુરૂષો જ કરે છે. સજજત માણસ તે તેની ચંચળતાને સારી રીતે સમજે છે, ભાઈ ! તારા હાથની રેખાઓ સારી છે, તું ભવિષ્યમાં ઘણું દ્રવ્યને સ્વામી થઈશ. એટલું જ નહિ પરંતુ તારાં સુકૃતવડે તારી કીર્તિ જગતમાં ચારે સમુદ્ર પર્યત ટન કરશે. માટે ધનનું પરિમાણુ મોકળું રાખવાથી ઘણુ દ્રવ્ય મળે તો પણ મનની વૃત્તિ લાડમાન થાય નહિ, વળી તું કોઈ રાવ્યને માટે માનવ અધિકારી થઈશ, તેથી તારે જોઈએ તે પ્રમાણે વૈભવ રાખવો જોઈએ અને તે માટે હું તને પાંચ લાખને પરિચય કરાવું છું તે માટે હે ભદ્ર! તું ચિંતા કરી નહિ, ને મારૂ વચન અંગિકાર કર !” - આચાર્ય મહારાજની વાણી સાંભળી ત્યાં આવેલા વ્યવહારીયાઓ આશ્ચર્ય પામતા થકા આપણે એક મહાન પુરૂષની આશાતના કરીયે છીએ એમ સમજી પશ્ચાત્તાપ કરતા થકા તેમને ખમાવવા લાગ્યા.
સાહેબ ! આપનું વચન પ્રમાણ છે, એમ કહી હાથ જોડી તેણે પાંચ લાખનું પરિમાણ અંગીકાર કર્યું તે પછી સમસ્ત સભા, વખત થઇ જવાથી વિસરજન થઈ; પથરકુમાર પણ વિચાર તરંગમાં તલીન થયા છતાં ઘેર જવા નિકળ્યા. અહા ! આવા ગુરૂ મહારાજને ધન્ય છે ! દરિદ્ર અવશ્યમાં પણ હિતકારી, ભવિષ્યત કાળના જાણકાર, અને સાફ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ગાંભિર્યયુક્ત એવા ત્રિગુણે કરીને પણ મહામોટા છે, અહો ! પોતાની પાસે દ્રવ્ય નથી છતાં પણ તે ભવ્ય જીવોને ઉપકાર કરે છે. સંસારમાં ફસાયેલા પ્રાણીઓને આવા સદ્દગુરૂએજ તારી શકે છે. જગતને આવા ઉત્તમ ગુરૂની દાણી જ જરૂર છે. ઉત્તમ ગુરૂના ઉપદેશ થકી જગતનું બંધારણ સારી રીતે ન શકે છે. માના ડગી જાળમાં ગુલતાન થએલા એવા જીવોને ખરેખર આવા ગુરૂ શરણું કરવા લાયક છે. સંસારી જીવો ગમે તેવી રીતે બડાઈ મારનાર છે,