________________
પર
રાવતા હતા. કેમકે સમ્યક્ત્વ વગરની ક્રીયા છાણ ઉપર લીંપણાના સરખી કહેવાય છે. જે માણસ પાસે સમકિત નથી તેનાં વ્રત પણ નિષ્ફળ થાય છે. ધ્યાન ધરે તે પણ સંસારનું નિદાન છે. સમ્યફવ વગરના પુરૂષનું તપ પણ કલેશકારી છે, અભિગ્રહ મોટા ગ્રહ જેવો છે. તપ, શીયલ પણ વખાણવા લાયક નથી, તીર્થાદિક યાત્રાએ પણ ફલદાયક થતી નથી, તે પૂર્વોક્ત ક્રિીયાઓ જે સમકિત સહિત હેય તેજ ફલદાયક થાય છે, માટે દરેક જીવે પ્રથમ સમક્તિ ઉચરવાની જરૂર છે. એવી વાણી સાંભળીને પેથડકુમાર સમકિત ઉચારતા હવા. તે પછી પરિગ્રહનું પરિમાણ આચાર્ય મહારાજ ઉચરાવતા હવા, કેમકે પરિગ્રહ પરિમાણુ રૂપી અંકુશ વડે કરીને લેભ રૂપી મોટો હાથી પણું બંધાય છે. મર્યાદાનો ભંગ કરનાર, અને લોભ રૂપી સમુદ્રમાં ગરક થએલે એવો જંગદત્ત શ્રેષ્ઠી જેમ દુઃખી થયે તેમ જાણી લેવું. અને ધનનું પરિમાણુ કરનાર અદત્તાદાન શ્રેષ્ઠિની માફક દરિદ્રી છતાં પણ પાછળથી તે ધનને પામે છે. કેમકે નિર્લોભીને પૃથ્વી નિધાન પ્રગટ કરી આપે છે, વળી સ્ત્રીઓ બાળકનાં અંગોપાંગ પિતે ઢાંકતી નથી, તેવી જ રીતે ઇચ્છા રહીત માણસને રવાભાવિક રીતે ધન મળી જાય છે.
- હવે પેથડકમાર હાથ જોડે થકે તેના હાથની સાત આઠ સારી રેખાઓ જોઈને આચાર્ય વિચાર કરવા લાગ્યા. કે બેધાર ખડગ, તોખર, દંડ, તરવાર, ધનુષ્ય, અને ચક્ર એ રેખાએ જે હાથમાં દેખાતી હોય તે રાજા થાય છે. જે પુરૂષના હાથ પગને વિશે ધજા, વજ, અંકુશ, છત્ર શંખ અને કમળ આદિ હોય છે તો તે પુરુષ લક્ષ્મીને સ્વામી થાય છે. સાથીયાનું ચિન્હ હોય તે લેમાં સૌભાગ્યપણું પામે છે. મચ્છ હેય તે સર્વ જનમાં પૂજનીય થાય છે, શ્રી વત્સ હોય તે ઈચ્છિત વસ્તુને પામે છે, અને ગાય, ભેંસ પ્રમુખ તેને ઘેર ઘણો વૈભવ હોય છે. અંગુઠામાં જ હોય તે ભાગ્યવંત હોય છે, અંગુઠાના મૂળમાં જવ હોય તે વિધાવાળો થાય, હાથના તળીયાને વિશે ઉંચા આકારવાળી રેખા હેય તે મોટી લક્ષ્મીવાળો થાય. ઈત્યાદિક વિચાર કરીને આચાર્ય મહારાજ પેથડકુમારના હાથમાં, સંપદા, દાન, અને બેગ તેને કર