________________
પ્રાણી પાપ નથી કરતા, તેપણું અનંતકાળથી તેઓ અવિરતિ ૫ ણાએ કરીને એકેદ્રિયપણે જ રહે છે. તિર્થ પણ પૂર્વ ભવને વિશે ઈદ્રિ અને મનને જે વશ કરે છે તે આ ભવમાં કેરડાને, અંકુર શનો તેમજ આર વગેરેના માર, તથા પડવું, બંધન થવું, આદિ દુઃખો તેને પણું હોતાં નથી, માટે સર્વત્ર વિરતિજ ફળદાયક છે. એવું ચિંતવતાં થકાં સર્વ શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ કરતા હતા. એવા અવસરમાં બાળક પણાથી દેવગુરૂમાં ભક્તિવાળા એવા પેથડકુમાર આચાર્યને વાંદવાને આવતા હવા, તેને મનમાં અનેક પ્રકારના તરગે આવી રહ્યા છે. અરેરે ? મારાં લુગમાં સડી ગયાં છે, મારું શરીર મેલથી ગંદુ થઈ ગયેલું છે. માથે ફાટુ તુટુ કપડુ બાંધેલું જેની ગુગરી ચારે તરફ પવનથી ફરફર ફરકી રહી છે. વળી - રીર ઉપર રહેલાં ફાટાં તુટાં કપડાં ભિક્ષકની જેમ આખા શરીરને શોભાવી રહ્યા છે. અને તે પરસેવાથી ભિનાશવાળાં પણ થએલાં છે. અરેરે મા મલીન દેખાવ જેને સર્વ લોકો મારી હાંસી કરશે. મારે તિરસ્કાર કરશે, હા ! તે દુઃખ મારૂં કોમલ -હદય કેમ સહન કરી શકશે ? અરેરે હવે કયાં સુધી આવા દિવસે મારે લલાટે લખેલા હશે ! ખેર ! જે થાય તે ખરૂ? ઈત્યાદિક તરંગમાં તરલીન થએલા પથકુમારને વાંદતાં જોઇને ત્યાં બેઠેલા સર્વ શ્રાવકો તેનાં દેદાર જેને હસવા લાગ્યા, અને સર્વ વ્યયહારીયાઓ આચાર્યને વિનનાવવા લાગ્યા.
હે સ્વામી “લાખ વર્ષે લક્ષાધિપતિ અને કોડ વર્ષે કેરીધ્વજ એવા આ કલ્યાણકારી પેથડકુમારને કેમવત આપતા નથી” ?
હે ભાગ્યવતે ? “તમીને અહંકાર કેઈએ કર નહિ, કેમકે લક્ષ્મી પુરૂષને ઊંચે સ્થાનકે ચડાવીને તરતજ નીચે નાખી દે છે, દરિદ્રીને પણ એક વખતે તે ઊંચે ચડાવે છે. લક્ષ્મી ચંચળ છે, કોઇને ત્યાં સ્થીર | રહેતી નથી. વળી જાતિ, લોભ, કુળ, અશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત એ આઠે મદ પુરૂષને અર્થ કરનાર છે. જે પુરૂષ જેને મદ કરે છે તેને ભવાંતરને વિશે તે વસ્તુનું હીનપણું મળે છે.” વ્યવહારીયાઓને બોલતાં અટકાવી આચાર્ય તેમને સમજાવતા થા પથરકુમાર પ્રત્યે બોલતા હવા.
હે પિયકુમાર? “તમે આલોક અને પરલોકને વિશે હિતકારી