________________
પોતાને ઘેર તેડી જતા'તા, ત્યાં અત્યારે મને કઈ ઉભુ ણ રાખતું નથી. અરેરે ! વહાલા પિતા ! તમારૂ ખિલતું કમલ હવે થોડા વખતમાં અસ્ત પામી જશે. તમારા સિવાય અત્યારે તેને કેઈન આધાર નથી. ને તમે તે આ ફાની જગતને ત્યાગ કરી ચાલ્યા ગયા. હા ! જે મહેલમાં મને પાણીને બદલે દુધ મળતું તે પ્રાસાદ પણ કયાં ગયે, અરેરે ! અત્યારે પાણી પીવાને ઝુંપડીમાં પીતળને લાંટ પણ પ્રાયઃ જણાતું નથી. એક વખત જે પુરૂષના હુકમો હજારો માણસો ઝીલવાને તૈયાર હતાં, ત્યારે અત્યારે તેને પારડા હુકમો સાંભળવા પડે છે. બીજાની મજુરી કરવી પડે છે. હા ! વૈતરૂ કરીને મહા મહેનતે આ પાપી પેટનું રે પુરૂં કરવું પડે છે. એક વખતે જે શરીર ઉપર લાખો રૂપીયાનાં આભૂષણ ધારણ કર હતાં. અને અમુલ્ય વસ્ત્રો શરીરની કાંતિમાં વધારો કરતાં'તાં, ત્યારે અત્યારે ફાટેલાં તુટેલાં, મલીન, અને ગંદા લુગડાંથી આ મારું શરીર વીટાયેલું છે. પિતાની હયાતીમાં હજારો દાસ દાસી વગેરે સેવા કરવામાં સાવધ રહેતાં તાં, ત્યારે અત્યારે ભારે કર્મ બીજાની તાબેદારીજ લખાયેલી છે. અરેરે ! આ શું કહેવાય. હૈય! દૈવની બલિહારી છે. કેમકે –
માળા દેખાતી રૂઢની, શંકર દશા જગ ન્યારી છે; દેવ તણું અધિરાજની, હા ! દેવ દશા પરવારી છે. અણધારી જેરે જીવડા, તુજ આંખ બંધ થવાની છે;
ઉર્મિ ઉછળતી હદયની, વાને ઝપાટે જવાની છે. દૈવની ગતિને પાર માણસ સરખુ પામર પ્રાણી કેવી રીતે પામી શકે ? સુખમાં મારાં આટલાં વરસ પાણીના પ્રવાહની માફક વહી ગયાં પણ તેની મુને લેશમાત્ર પણ ખબર પડી નહિ; હવે અકેક દિવસ એક વરસ બરાબર જાય છે. દુઃખ કેવું હશે? દરિદ્રાણામાં પાણસને કેવા વિચારો આવતા હશે ! તેનું સ્વપ્ન પણ મને ભાન નહોતું. તાપિ તે હવે અનુભવમાં પણ આવ્યું. હા! મારી મરજી ઉપર હજારોનાં જીવનનો આધાર ટકી રહેલ હતો. તેને હવે જીવન ટકાવવાને માટે બીજાની મરજી સાચવવાની અને તેની ખુશામત કરવા ની જરૂર પડી. હવે તે દરિદ્ર ઘર કરીને રહ્યું હોય એમ જણાય છે. સુખનું ઝાપટું નાશ પામી ગયું અને દુઃખરૂપી સમુદ્રમાં ડુબવાની તૈયારીઓ થવા લાગી. અરેરે! અત્યારે ધાન્યના પોટલા ઉપાડી મારે નિર્વાહ કરવો પડે છે. જે કુમાર પોતે હજાર દીન અને ગરીબ પુરૂષો