________________
પિતાજી ! અરેરે ! તમે આ શું બોલે છે ! મારી વહાલી બને વિયોગ તો હજુ હું ભુ નથી, અને એકદમ તમે આવું બોલો દો ! તમને સારૂ થઈ જશે, નાહિમત થશો નહિ, એવી રીતે અશ્ર પૂર્ણ આંખે અને શોકાતુર વદને કરીને પેથડકુંવરે જવાબ આપ્યો.
પુત્ર ! તું નિરાશ થઈશ નહિ, તું કાંઈ બાળક નથી, હવે તું પણ અનુભવી અને ડહાપણુશળ છે. માટે વિચાર કરીને ચાલે છે, જગતમાં કોઈ અમરપાટો લઈને આવતું નથી, સર્વ મનુ જમીને ભરવાનાં જ છે. માટે મરવું એ જતાં એક સામાન્ય બાબત છે, તો પછી તેનાથી આપણા જેવાને કરવાની કોઈ પણ જરૂર નથી. પણું તને ખાનગી વાત કહું તે ધ્યાનમાં રાખ. જે મારી પાસે સુવર્ણ કરવાની વિધા છે. તેની આમ્નાય તું જાણી લે,તે થકી તને ઘણુજ સુવર્ણની પ્રાપ્તિ થશે, બેટા ! સમગ્ર સુવર્ણને સાત ક્ષેત્રમાં આરોપણ કરજે, જગત ઉપર ઉપકાર કરવા નું ભૂલીશ નહિ કઈ પણ વાચકને નિરાશ કરી તું પાછો કઢીશ નહિ, તું ડાહો છે ટુંડામાં સમજી જા, એમ કહી સર્વ આખાય વગેરે તેને બતાવતો હો. પીતાની આજ્ઞાથી હવે જલદી ય ચકે ને દાન આપવાનું તેણે શરૂ કર્યું, અને અવસાન સમયે સર્વ જીવો સાથે ખમત ખામણું કરતો કે, પિતાના દુક ની નિંદા કરતે, અને સુકૃતને અનુમોદન કરતે, દેવ, ગુરૂનું હૃદયમાં ધ્યાન ધરતે છત દેદારોડ દેવલોકોનેશભાતે હો. પિથડકુમારે પણ શોકાતુર યુક્ત પિતાની મરણ ક્રિીયા વગેરે કરી. પિતાના ગુણોને સંભારતે અને જગતના અતિત્ય ભાવને જાણ થકે દિવસ નિર્ગમન કરવા લાગ્યો. કાળાન્તરે જુનો શોક વિસારે પડવા લાગે, અને તેની સાથે પિતાને વૈભવ પણ ગમન કરવા લાગ્યો કેટલાક કાળે દેદાશાહની વખતની અખૂટ લક્ષ્મી કેવી રીતે ચાલી ગઈ, તેની ખબર પણ પડી નહિ; આહ ! લમી તારી ચંચળતા ! શું દેદાશાહ વિના તને ગમતું નહોતું ! કે જેથી તું દેદાશાહની પાછળ પેથડકુમારને તરછોડી અને તેને રડતો મુકી એકદમ ચાલી જ ગઈ.