________________
એક ઠેકાણે થોરવાસ કરી તે લક્ષ્મી રહી હોય એમ ક્યારે પણ બન્યું નથી. તે આવા પ્રકારની લક્ષ્મીનો સદુપયોગ કેણ મુર્ખ નહિ કરે! ખરે ડાહ્યા પુરૂષો મળેલો અવસર ગુમાવતા નથી. મળેલો વખત ગુમાવવો અને લક્ષ્મી ઉપર રાચી માચીને આસક્ત રહી એક કડીપણુ વાપરવી નહિ, એ મૂઢ પુરૂને પ્રિન્સિપલ હેય છે. અરેરે ! કદાચ વાપરવાથી ખુટી જશે, ને પછી શું કરીશું, આવા નીચવિચારથી ભરેલા હલકા હદયવાળા પુરૂષે લક્ષ્મી મળ્યા છતાં પણ તેને સારો ઉપયોગ કરતા નથી. પણ તે બિચારા કયાં સમજે છે કે બચ્ચાઈ તારી રાખી તે રહેવાની નથી, તું ગમે તેવી રીતે રક્ષણ કરીશ, પણ
જ્યાં ભાગ્ય ફર્યું કે જમીનમાં દાટેલા ધનની પણ મારી થવાની, કે ચોર ચોરી જવાના, અથવા હરેક રીતે તેનો નાશ થવાનો, તેમાં લેશ માત્ર પણ ફરક નથી. જગતમાં માણસનું રાખ્યું કાંઈ પણ રહી શકતું નથી. છતાં પણ આ મેં કર્યું, ને અમુક મારાથીજ થશે, એ પ્રમાણેની લોકેની વાણી તે કેવળ મુર્ખાઇ ભરેલી છે. તેમ છતાં મુખ માણસે બિચારા લક્ષમીમાં આસક્ત થઇને કેડી પણ વાપરવાને તેઓના કોમલ હાથ નીચા પડયા છે, તે માટે તે બિચારા કેવળ દયા કરવાને યોગ્ય છે. તે બિચારા અજ્ઞાની જને તેની ખરી સ્થીતિથી કેવળ અજાણ્યાજ રહેલા છે એટલું જ નહિ પણ દૈવી ઠગાયા છતાં બિચારા લાખેણે માનવભવ હારી જાય છે. જ્યારે સમજુ જને તેનો ખરો સ્વભાવ જાણે તેને સદુપયોગ કરવાનું ચુકતા નથી. આ જગતની કેવી વિચિત્રતા ! ખેર! આપણને તેની શું જરૂર છે. " સૌને રૂચે તે ખરૂ! સર્વ કોઇ પોતપોતાને બુદ્ધિવંત સમજે છે. જે જેને સારૂ લાગે તે કરે. દરેક માણસ પોતપે તાનું મનસ્વી કાર્ય કરવાને પોતે સ્વતંત્ર છે. જગતમાંથી સમજુ માણસને જ્યારે જુદે અનુભવ મળે છે, ત્યારે અજ્ઞાની જનો બિચારા રાચી ભાગીને જીવતર એળે ગુમાવે છે, અરે ! આપણે આપણું સંભાળવુ તે સારું છે. આ પશુને લક્ષ્મી મળી, તો હવે ગમે તે માગણ આવે, તેને નઠારો બિલકુલ કરવો જ નહિ, જેમ ફાવે તેમ લોકોને દાન આપવું, કેમકે નકાર કહેનાર કાંઇ મુખથી ના કહી શકતો નથી, પણ તેનાં લક્ષણ બતાવી આપે છે.
બ્રગુટી ચડાવવી, વારંવાર ઉચુ જોયા કરવું, નીચે જોઈ રહેવું, મુખ ફેરવીને બેસવું, સાંભળ્યા છતાં પણ અણ સાંભળ્યા સરખો દેખાવ કરવે, બોલવું નહિ, ઘણી વાર લગાડવી, અડધુ જેવું, એ બધાં નકા