________________
પ્રાતઃકાળમાં પોતાના સ્વામીને પોતાની જોડે નિહાળીને સ્ત્રી બોલવા લાગી, કે હે પ્રાણનાથ! તમે કેવી રીતે અહી આવ્યા. રાજાએ તમને તે બંધખાનામાં નાંખ્યા હતા, ને તમે માણસ સાથે સમાચાર કહાવતાં હું તરતજ તમારે સંદેશો જાણું આ તરફ આવી નિકળી.
હે સ્ત્રી ! હું શ્રી સ્વંભન પાર્શ્વનાથની કૃપાથી આવેલ છું. એમ કહી તેને ઈતિહાસ દેદાશાહે તેણીને કહી સંભળાવ્યો. - જે ઠેકાણે આપણે છીયે તે દેશ પણ નમ્યાડ સંબંધી છે એમ જાણીને દેદાશાહ તત્કાળ તે ભૂમિનો ત્યાગ કરી વિદ્યાપુર તરફ ગયા. ત્યાં નિવાસ કરી સુવર્ણનાં આભરણ કરાવી ત્યાંથી સ્થંભનપુરમાં જઈને પાર્શ્વનાથ ભગવાનનું તે અત્યંત ભક્તિથી પૂજન કરતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થએલો તેને અધિષ્ઠાયક દેવતા પાપીઓનાં ઘરમાંથી ધન કાઢી નાખીને વિદ્યાપુર દેદાશાહના ઘરમાં નાંખતે હો. ધનધાન્ય વડે કરીને દેદાશાહનું ઘર વૃદ્ધિ પામવા લાગ્યું. પોતાના ઘરમાં અચાનક ધનની વૃદ્ધિ થતી દેખીને અને નાગાર્જુને જેગીનું વચન યાદ કરીને દેદાશાહ વિચાર કરવા લાગ્ધા.
સેરઠે. લક્ષ્મી ચંચળ નાર, એક દીન તે ચાલી જશે,
શાણા સમજે સાર, મનની મનમાં રહી જશે.
પૂર્વના પુણ્યનું ચક્ર વળી ઉદય આવેલું હોવાથી અત્યારે મારી પાસે ઘણી ઋદ્ધિસિદ્ધિ એકઠી થઈ છે. પરંતુ તેનો ભારે કાંઈપણ ઉપયોગ કરવો જોઈએ. કેમકે લક્ષ્મી એ પાપનું ઠેકાણું છે. અનર્થનું મૂળ છે, લક્ષ્મીના મદે કરીને માણસ ઉન્મત્ત થઈ અકાર્ય કરવામાં તત્પર થઈ જાય છે. લક્ષ્મીનું ઘેન માણસને એવી અસર કરે છે, કે તે માણસ કાંઈ વિચિત્રજ સ્વભાવવાળો જણાય છે. લક્ષ્મી ને માં માણસને પોતાની પૂર્વ સ્થીતિનું ભાન ભૂલાવી દેવરાવે છે. હા ! લક્ષ્મી કોના કલેશને કરનારી થતી નથી. તેની વૃત્તિમાં કોઈ પ્રકારની એવીતો ચંચળતા રહેલી હોય છે કે એક નાજુક વેશ્યાની વૃત્તિ સ્થીર હોયનહિ, તેમ લક્ષ્મી પણ ઠરીને એક ઠેકાણે રહે નહિ, જેમ સ્ત્રીઓ નવનવા પુરૂષોને ભોગવવાની અભિલાષાઓ કર્યા કરે છે, તેમ લક્ષ્મી પણ ઘરેઘર ભટક્યા કરે, એ જગતનો સાધારણ કાયદે છે. જગતમાં