________________
નિરાશ થયેલા જોવામાં આવે છે. પછી કાકતાલીય ન્યાયે કરીને કંઇ પણ ફળદાયક થાય. પરંતુ દેવ ! તારા મહીમાનું વર્ણન હું કરૂં તેના કરતાં તે તારો ચમત્કારજ જગતને સાક્ષી આપી વિશ્વાસ આપે, તો તે વધારે દલીલવાળુ ગણાય. ત્રિકરણ જોગથી યોગોને સ્થીર કરી દયાન અવસ્થામાં રાત્રી નિર્ગમન કરતાં થકાં તરતજ રાત્રીના છેલ્લા પ્રહરે મહા અંધકારમાં ઉજવળ અશ્વ ઉપર આરોહણ થયેલી એક વ્યક્તિ દિવ્ય આકૃતિના રૂપમાં જોવામાં આવી.
આતે આતે મંદમંદ ગતિએ અશ્વને ગમન કરાવતી તે આ કૃતિ કારાગ્રહમાં તેની નજીક આવી ને પિતાની સન્મુખ ઉભી રહી, તેના મુખમાંથી જાણે કંઈપણ શબ્દ નિકળતા હોય એમ દેદાશાહને ભાસ થવા લાગ્યો.
પુત્ર ! ઉઠ! કેમ શેક કરે છે ! તારા જેવાથી તો દુઃખ દશ ગાઉના નમસ્કાર કરી નાશતું ફરે છે, તારા સરખો ભાગ્યવાન જગતમાં કઈ વિરલા જ હશે. ચાલ ! મારી પાછળ અશ્વ ઉપર બેસીજા હું તને ઈચ્છિત સ્થાનકે મુકીશ, નજીક આવેલી વ્યક્તિના મુખમાંથી આનંદને આપનારી અક્ષરની મધુરી મેતીની સેર વેરાણી.
હે દેવ! તમારું કહેવું યથાર્ય છે. પરંતુ મારા પગમાં રાજાએ ' લેહની વજ સરખી બેડી નાખી છે. તેથી હુ હાલવાને તે પુરતા સમર્થ નથી તે અશ્વ ઉપરતે કેવી રીતે બેસી શકીશ? દેહાશાહે ખિન્ન વદન યુક્ત પ્રત્યુત્તર આપે.
અરે! બચ્ચા? તું કેમ ડરે છે ! હિમતને ધારણ કરી એકદમ ઉભો થઈ જ. તે બિચારી બેડીરૂપી નિર્માલ્ય કંકણ તુજને કોઈપણ કરી શકશે નહિ. તારી બેડીને કયારની બિચારી હતાશ થઈ ગયેલી છે, ફક્ત તું ઉઠે તેટલી જ વાર છે, આવેલી આકૃતિએ પ્રસન્ન વદને તેની નિરાશાને દૂર કરનારાં વચન કહ્યાં
આવેલા દિવ્ય સુભટનાં એ પ્રમાણેનાં આશ્વાસ દાયક વચન સાંભળતાં તે તત્કાળ ઉભો થયો, એટલામાં તે તેની વજ સરખી બેડીઓ ભાંગીને નીચે પડી. પછી તે તેની પાછળ ઘોડા ઉપર બેઠો. પેલે સુભટ ત્યાંથી નિમેષ માત્રમાં રવાને થઈ ગયો ? તે સુભટ જ્યાં દેદાશાહની સ્ત્રી હતી. ત્યાં મુકીને તરતજ અદ્રશ થઈ ગયો.